પાર્થિવ પટેલને મળી નવી જવાબદારી, હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે કરશે આ કામ
પાર્થિવ પટેલ ગુરૂવારે ટેલેન્ટ સ્કાઉટના રૂપમાં આઈપીએલની વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો છે. પાર્થિવે બુધવારે નિવૃતિની જાહેરાત કરી હતી.
મુંબઈઃ પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ (Parthiv Patel) ગુરૂવાર ઈન્ડિય પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે જોડાઈ ગયો છે. તે 'ટેલેન્ટ સ્કાઉટ' (નવી પ્રતિભાઓને શોધનાર)ની જવાબદારી સંભાળશે.
ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પાર્થિવે બુધવારે નિવૃતીની જાહેરાત કરી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે નિવેદનમાં કહ્યું, 'પાર્થિવને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અપાર અનુભવ છે. આ સિવાય તેને આઈપીએલ સ્પર્ધાની પણ સારી સમજ છે.' મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યુ કે, તે પાર્થિવ ફ્રેન્ચાઇઝી સાથે જોડાતા ખુશ છે.
IND vs ENG: આગામી વર્ષે ઈંગ્લેન્ડની ટીમ આવશે ભારતના પ્રવાસે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
મુંબઈએ 2015 અને 2017મા જ્યારે આઈપીએલ ટ્રોફી જીતી હતી. ત્યારે પાર્થિવ તેનો સભ્ય હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube