જસપ્રીત બુમરાહને લઈને મોટો ખુલાસો: વિરાટને ક્યારેય પસંદ નહોતો! ટીમમાં સમાવતા પહેલા કહ્યું; આ શું કરી લેશે?
પાર્થિવ પટેલે સ્ટાર સ્પોર્ટસના એક શોમાં આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું, હું વર્ષ 2014માં વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી આરસીબીનો ભાગ હતો. મેં વિરાટ કોહલીને બુમરાહનું નામ જણાવ્યું અને તેના પર વિચારવા કહ્યું હતું. વિરાટે મને જવાબ આપતા જણાવ્યું કે, છોડ ના યાર... આ બુમરાહ વુમરાહ શું કરશે?
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ હાલના સમયમાં દુનિયાનો સૌથી ખતરનાક બોલર છે, આ વાતમાં કોઈ બેમત નથી કે બુમરાહ થોડીક જ ઓવરોમાં આખું મેચ પલટવાની ક્ષમતા રાખે છે. વિશ્વભરની કોઈ પણ ટીમ બુમરાહ જેવા બોલરને પોતાની ટીમમાં લેવા ઈચ્છે છે, પરંતુ હાલમાં બુમરાહને લઈને એક મોટો ખુલાસો થયો છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અને આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બુમરાહને જરાયે પસંદ કરતો નથી. એટલે સુધી વાત મળી રહી છે કે વિરાટ બુમરાહને પોતાની ટીમમાં લેવા માટે પણ રાજી નહોતો.
બુમરાહને પસંદ નહોતો કરતો કોહલી
આ વાતનો ખુલાસો તાજેતરમાં રમાઈ રહેલી આઈપીએલમાં જ થયો છે કે વિરાટ કોહલી જસપ્રીત બુમરાહને પસંદ કરતો નહોતો. આ વાત દુનિયાની સામે આરસીબી માટે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં રમનાર પૂર્વ બેટ્સમેન પાર્થિવ પટેલે કરી છે. પાર્થિવે જણાવ્યું કે જ્યારે 2014માં મેં વિરાટ કોહલીને બુમરાહ વિશે ટીમમાં સમાવવા માટે જણાવ્યું હતું, ત્યારે તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. પાર્થિવે વધુમાં જણાવ્યું કે, ઉલ્ટાનું વિરાટે મને સવાલ પુછ્યો હતો કે આ બુમરાહ વુમરાહ શું કરી લેશે?
'આ બુમરાહ વુમરાહ શું કરી લેશે'
પાર્થિવ પટેલે સ્ટાર સ્પોર્ટસના એક શોમાં આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું, હું વર્ષ 2014માં વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી આરસીબીનો ભાગ હતો. મેં વિરાટ કોહલીને બુમરાહનું નામ જણાવ્યું અને તેના પર વિચારવા કહ્યું હતું. વિરાટે મને જવાબ આપતા જણાવ્યું કે, છોડ ના યાર... આ બુમરાહ વુમરાહ શું કરશે? પાર્થિવના આ ખુલાસાથી વર્લ્ડ ક્રિકેટમાં હંગામો મચીગયો છે. આખી દુનિયા બુમરાહને વિરાટના ખાસ ખેલાડીઓમાં ગણતરી કરે છે. પરંતુ શરૂઆતમાં આ ખેલાડી બુમરાહને પસંદ કરતો નહોતો..
દિલ્હી વિરુદ્ધ બુમરાહ ધોવાયો
આઈપીએલમાં એકથી એક ચઢીયાતા ઘાતક બોલર રમે છે અને તેમાંથી સૌથી પહેલા ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વપૂર્ણ બોલર જસપ્રીત બુમરાહનું નામ આવે છે. આઈપીએલમાં બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની જીવ કહેવાય છે. બુમરાહે ઘણી વખત શાનદાર બોલિંગ કરીને ઘણી વખત મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી છે. પરંતુ સીઝન 15માં બુમરાહની શરૂઆત ખુબ જ ખરાબ રહી છે. બુમરાહે દિલ્હી વિરુદ્ધ 3.2 ઓવર બોલિંગ કરી, જેમાં તેમણે 12.90ની ઈકોનોમીની સાથે 43 રન આપ્યા. મેચમાં બુમરાહ એટલો ખરાબ રીતે ધોવાયો કે તેને એક પણ વિકેટ મળી નહોતી. બુમરાહ મેચમાં ટીમનો બીજો સૌથી મોંઘો બોલર સાબિત થયો.
કરિયર રહ્યું છે શાનદાર
બુમરાહે 2013માં આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું, મુંબઈ ઈન્ડિયન્સની સાથે જસપ્રીત બુમરાહના 10 વર્ષ પુરા થઈ ચૂક્યા છે. આઈપીએલમાં જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલરોમાંથી એક છે. બુમરાહ આઈપીએલની 107 મેચોમાં 130 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. બુમરાહ માત્ર 7.47ની ઈકોનોમીથી રન લૂંટાવે છે. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2022 માટે બુમરાહને 12 કરોડમાં રિટેન કર્યો છે. આઈપીએલ 2021માં પણ બુમરાહે 14 મચોમાં 7.45ની ઈકોનોમીથી 21 વિકેટ પોતાના નામે કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube