નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા આ સમયે ઓસ્ટ્રેલિયામાં ટી-20 સીરીઝ ડ્રો કર્યા બાદ ટેસ્ટ સીરીઝમાં તૈયારીમાં લાગી ગયા છે. આ ટી-20 સીરીઝમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ.એમ ધોનીનો સમાવેશ ન કરવા પર મોટી બબાલ ચાલી રહી છે. દરેક બાજુ પસંદગીકારોની આલોચના કરવામાં આવી રહી છે. આ વર્ષે આઇપીએલ બાદથી ઘોની સોરા ફોર્મમાં નથી ચાલી રહ્યો. અને તેને તે તેના સૌથી ચર્ચિત ફિનિશર વાળા ફોર્મથી ખુબજ દૂર છે. ધોનીના ફોર્મ પર અનેક દિગ્ગજો પોતાનો મત આપી ચૂક્યા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ખુલાસો કર્યો હતો કે ધોનીને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની તેની સાથે ચર્ચા થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરવનું માનવું છે, કે ધોની ચેમ્પિયન છે અને ટીમમાં જગ્યા બનાવી રાખવા માટે બીજા લોકોની જેમ સારૂ પ્રદર્શન કરવું પડશે. હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર ગાંગુલીએ જણાવ્યું કે 2006માં પાકિસ્તાન પ્રવાસ પર ધોનીના વખાણ કરતા કહ્યું કે તેમને પૂછવામાં આવ્યું હતું કે ધોની તેમન્ ક્યાં મળ્યો હતો. સૌરવે તેનો મંજાકીયા અંદાજમાં જવાબ અપતા જણાવ્યું કે, ધોની 5મી વાઘા બોર્ડર પર પેટ્રોલીંગ કરી રહ્યો હતો અમે તેને અંદર ખેચી લીધો હતો.



ધોની ચેમ્પિયન પણ પરફોર્મ તો કરવું જ પડશે 
ધોની વિેશે ગાંગુલીએ એ કહ્યુ કે તે એક અલગ પ્રકારનો ચેમ્પિયન છે. તેનું 12-13 વર્ષનું શાનદાર કરિયર રહ્યું છે. જેમાં ટી-20 વિશ્વ કપને જીતવાનો પણ સમાવેશ થાય છે. તમે જીવનમાં કોઇ પણ કરો, ક્યાંય પણ કરો, કોઇ પણ ઉંમરે હોય, ગમે તેટલો અનુભવ હોય તમારે ટોપ પર રહેવા માટે પરફોર્મન્સ તો આપવું જ પડશે. નહિતો કોઇક તમારી જગ્યા લઇ લેશે. સોરવે કહ્યું કે, હું તેને શુભકામનાઓ આપું છું કારણ કે તે ઇચ્છે છે, કે ચેમ્પિયન જ્યાં પણ જાય શ્રેષ્ઠ જ રહે, હુ અત્યારે પણ મહેસૂસ કરુ છું કે, તે બોલને સ્ટેડિયમની બહાર પહોચાડી શતકે છે. તે એક શાનદાર ક્રિકેટર છે.