નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન પેટ કમિન્સે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને કારણે મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2015માં આઈપીએલમાં પર્દાપણ કરનાર કમિન્સ દુનિયાની સૌથી મોટી ટી20 લીગમાં 42 મેચ રમી ચુક્યો છે. કમિન્સે પાછલી સીઝનમાં પાંચ મેચમાં 7 વિકેટ લીધી હતી. તેને કોલકત્તા નાઇટ રાઇડર્સે 7.25 કરોડમાં ખરીદ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમિન્સે ટ્વીટ કર્યુ, 'મેં આગામી વર્ષે આઈપીએલ ન રમવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાર્યક્રમ ખુબ વ્યસ્ત છે અને આગામી 12 મહિનામાં ઘણી ટેસ્ટ અને વનડે રમવાની છે. હું વિશ્વકપ અને એશિઝ સિરીઝ પહેલા આરામ કરીશ. સ્થિતિને સમજવા માટે કેકેઆરનો આભાર. એટલી શાનદાર ટીમ છે અને આશા છે કે જલદી પરત ફરીશ.'


ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, આ ખેલાડીએ અચાનક IPL માંથી લીધી વિદાય


શાર્દુલ ઠાકુરની કોલકત્તામાં એન્ટ્રી
ટીમ મેનેજમેન્ટે શાર્દુલ ઠાકુરને ઓક્શન પહેલા ટ્રેડ કરીને પોતાની સાથે જોડ્યો છે. શાર્દુલ આ પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે હતો. તેની પહેલા શાર્દુલ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી ચુક્યો છે. ફાસ્ટ બોલિંગની સાથે-સાથે શાર્દુલ બેટથી પણ રન બનાવી શકે છે. શાર્દુલ ટી20 વિશ્વકપમાં રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં સામેલ હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube