અભિનેત્રી પાયલ ઘોષે એક એવો ખુલાસો કર્યો છે જેના લીધે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. એક સાથે બબ્બે દિગ્ગજ પૂર્વ ક્રિકેટરો અંગે મોટો દાવો કર્યો છે. પાયલના જણાવ્યાં મુજબ તે પાંચ વર્ષ પહેલા ઈરફાન પઠાણને ડેટ કરી રહી હતી. પાયલે અન્ય પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર વિશે પણ મોટો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાયલ ઘોષે એક બાદ એક ટ્વિટ કરીને હડકંપ મચાવી દીધો છે. પાયલ ઘોષે એક ટ્વીટમાં લખ્યું કે ગૌતમ ગંભીર મને હંમેશા મિસકોલ કરતા હતા, તે ઈરફાનને ખુબ સારી રીતે ખબર હતી. તેઓ મારા બધા કોલ ચેક કરતા હતા. જ્યારે હું ઈરફાનને પુનામાં બરોડાની ડોમેસ્ટિક મેચ વખતે મળવા ગઈ હતી ત્યારે આ વાત તેમણે મારી સામે યુસુફભાઈ, હાર્દિક અને ક્રુણાલ પંડ્યાને પણ જણાવી હતી. 



પાયલ ઘોષે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે મારી પાછળ ગૌતમ ગંભીર, અક્ષયકુમાર, બધા પડ્યા હતા. પરંતુ હું ઈરફાન પઠાણને પ્રેમ કરતી હતી. મને તેમના સિવાય બીજું કોઈ દેખાતું નહતું અને હું ઈરફાનને બધા વિશે કહેતી પણ હતી. બધાના મિસ કોલ દેખાડતી પણ હતી. મે બસ ઈરફાન પઠાણને પ્રેમ કર્યો છે બીજા કોઈને નહીં. 



તેણે વધુમાં લખ્યું કે ઈરફાન મારા બોયફ્રેન્ડ પહેલા હતા. અમે 2011થી ડેટિંગ કરતા હતા. પછી 2016માં લગ્ન થયા. 



અન્ય એક ટ્વીટમાં અભિનેત્રીએ લખ્યું કે જ્યારે મારું ઈરફાન સાથે બ્રેકઅપ થયું ત્યારે હું બીમાર પડી ગઈ હતી. મે અનેક વર્ષો સુધી કામ કર્યું નહતું. તે એકમાત્ર વ્યક્તિ હતા જેમને મે પ્રેમ કર્યો અને ત્યારબાદ મે કોઈને પ્રેમ કર્યો નથી. 



પાયલ ઘોષે ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું કે ઈરફાન પઠાણ ક્યાં સુધી મોઢામાં દહીં જમાવીને બેસી રહેશો, ક્યારેક તો મને કામ લાગો. જો કે આ ટ્વીટના કારણે પાયલને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. પરંતુ તે ટ્રોલ્સને પોતાના અંદાજમાં જવાબ પણ આપી રહી છે. 



જો કે હાલ પાયલ ઘોષની આ ટ્વીટ્સ તેના એકાઉન્ટ પર જોવા મળી રહી નથી. શું તેણે ડિલીટ કરી નાખી કે પછી કોઈ બીજુ કારણ?


શમી સાથે વ્યક્ત કરી છે લગ્નની ઈચ્છા
અત્રે જણાવવાનું કે આ એ જ પાયલ ઘોષ છે જેણે નવેમ્બર 2023માં વિશ્વકપ 2023ની ફાઈનલ માટે બધા વચ્ચે ધ્યાન ખેંચ્યુ હતું. તે વખતે તેણે ટ્વીટર પર જાહેરમાં અપીલ કરી હતી જેમાં તેણે મોહમ્મદ શમી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.