MI vs PBKS Pitch Report: મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ આજે (22 એપ્રિલ) IPLની બીજી મેચમાં ટકરાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. બંને ટીમો મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ 'વાનખેડે'માં આમને-સામને થશે. આ મેદાન પર ચેઝ કરતી ટીમનો સફળતા દર વધુ છે. આવી સ્થિતિમાં ટોસની ભૂમિકા મહત્વની રહેશે. આ પીચ પર સ્પિનરોને પણ સારી મદદ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2021 થી અત્યાર સુધીમાં વાનખેડેમાં કુલ 32 T20 મેચ રમાઈ છે. આ 22 મેચોમાં પાછળથી બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે. અહીં રાત્રિના સમયે એક મોટું ફેક્ટર છે કે જે બીજા દાવમાં બોલરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ અહીં ચેઝ કરવાનું પસંદ કરે છે.


IPLની આ સિઝનમાં પંજાબ કિંગ્સે પ્રથમ બે મેચ જીતીને મજબૂત શરૂઆત કરી હતી. જો કે ત્યારપછીની ચાર મેચોમાં પંજાબને માત્ર એક જ જીત મળી હતી. પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સને આ સિઝનમાં તેની શરૂઆતની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ આ ટીમે ત્રણેય મેચો બેક ટુ બેક જીતીને શાનદાર વાપસી કરી હતી. હાલ મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.


IPL 2023માં અહીં યોજાયેલી મેચોનું વિશ્લેષણ કરીએ તો આજની મેચમાં આ મેદાન પર સ્પિન બોલરોનો દબદબો રહેશે. વાસ્તવમાં, આ સિઝનમાં અહીં રમાયેલી મેચોમાં, સ્પિનરોએ ફાસ્ટ બોલરો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. જ્યાં સ્પિનરોએ 7.64ના ઈકોનોમી રેટથી બોલિંગ કરી અને 13 વિકેટ લીધી. તે જ સમયે, ફાસ્ટ  બોલરોએ 10.17ની ઇકોનોમી સાથે બોલિંગ કરતી વખતે માત્ર 9 વિકેટ લીધી છે.


આ પણ વાંચો:
કૌભાંડોને ખોલનારા ખુદ આરોપી : યુવરાજસિંહના સાળાની સુરતથી અટકાયત કરાઈ
સોના-હીરાની જેમ ચમકશે ગુજરાતના ધર્મસ્થાનો, ગુજરાતમાં આજથી મહાસફાઈ અભિયાન
કોરોનાના કેસમાં ફુલ સ્પીડમાં વધારો, 24 કલાકમાં 12 હજારથી વધુ નવા કેસ, 42 દર્દીના મોત


બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11


મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વઢેરા, ટિમ ડેવિડ, અર્જુન તેંડુલકર, રિતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ.


મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વઢેરા, ટિમ ડેવિડ, પીયૂષ ચાવલા, રિતિક શોકીન, અર્જુન તેંડુલકર, જેસન બેહરેનડોર્ફ, રિલે મેરેડિથ.


મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ: રિલે મેરેડિથ/તિલક વર્મા.


પંજાબ કિંગ્સ પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): અથર્વ તાયડે, પ્રભસિમરન સિંહ, સિકંદર રઝા, હરપ્રીત સિંહ ભાટિયા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કર્રન (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, કગીસો રબાડા.


પંજાબ કિંગ્સ પ્લેઇંગ-11 (પ્રથમ બોલિંગ): અથર્વ તાયડે, સિકંદર રઝા, હરપ્રીત સિંહ ભાટિયા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કર્રન  (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, રાહુલ ચહર .


પંજાબ કિંગ્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ: રાહુલ ચહર/પ્રભસિમરન સિંહ.


એકંદરે, બંને ટીમોની એક બાજુ મજબૂત છે જ્યારે બીજી બાજુ નબળી છે. આવી સ્થિતિમાં આજની મેચ કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ મુંબઈને તેના હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળે તો આવી સ્થિતિમાં મુંબઈની ટીમ આજની મેચમાં જીત નોંધાવી શકે છે.


આ પણ વાંચો:
ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ
પોલીસનો ધડાકો: 'યુવરાજસિંહે બે લોકો પાસેથી 1 કરોડની જબરદસ્તી ખંડણી કઢાવી'
Akshaya Tritiya 2023: આજે કરી લો આ શુભ કામ, વર્ષભર ધન-ધાન્યથી છલોછલ રહેશે ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube