નવી દિલ્હી: પ્રીમિયર બેડમિંટન લીગ (પીબીએલ) સીઝન-4ની હરાજી ચોંકાવનારી રહી છે. તેમાં સ્ટાર શટલર સાઇના નેહવાલ, પીવી સિંધુ, કેરોલિના મારિન, કિદાંબી શ્રીકાંત અને એચએસ પ્રણય માટે 80-80 લાખ રૂપિયાની બોલી લાગી હતી. પહેલા રાઉન્ડમાં સાઇના નેહવાલ પર કોઇએ બોલી લગાવી ન હતી. ત્યારે એવું લાગ્યું કે તેના લગ્નના સમાચારે તેની પ્રાઇઝ ઘટી ગઇ છે. પરંતુ બીજા રાઉન્ડમાં હરાજી શરૂ થવાની સાથે જ સાઇનાની તે પ્રાઇઝમાં ખરીદી કરવામાં આવી જે પ્રાઇઝમાં બાકી ખેલાડીઓની ખરીદી થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રીમિયર બેડમિન્ટન લીગ (પીબીએલ) સીઝન-4ની હરાજી સોમવારે સવારે 11 વાગે શરૂ થઇ હતી. હરાજીની શરૂઆત સાઇના નેહવાલના નામથી શરૂ થઇ હતી. આશા હતી કે સાઇના પર મોટી બોલી લગાવવામાં આવશે. પરંતુ બધા તે સમયે હેરાન રહી ગયા, જ્યારે કોઇ ખરીદાર મળ્યો નહીં. બીજા રાઉન્ડમાં ફરી એકવાર સાઇનાની બોલી લગાવવામાં આવી હતી. ત્યારે નોર્થ ઇસ્ટર્ન વોરિયસે 80 લાખ રૂપિયામાં સાઇનાને તેમની ટીમમાં શામેલ કરી હતી. સાઇના ગત બે સીઝનથી અવધ વોરિયર્સની સાથે હતી. નોર્થ ઇસ્ટર્ન વોરિયર્સે દક્ષિણ કોરિયાના ખેલાડી યિઓન સિયોંગ યૂને 40 લાખ રૂપિયામાં ખરીદી ટીમમાં શામેલ કર્યો હતો.



લીગમાં નવી ટીમ પૂણે-7 એસે કેરોલિના મારિનના રૂપમાં આ હરાજીમાં પોતાની પ્રથમ ખેલાડીની ખરીદી કરી હતી. આ ટીમની માલિક બોલીવુડ સ્ટાર તાપસી પુન્નૂ છે અને તે હરાજીમાં હાજર હતી. રિયો ઓલોમ્પિકમાં સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુને હાજર ચેમ્પિયન હૈદરાબાદ હંટર્સે 80 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કરી છે. સિંધુએ ગત સિઝનમાં ચેન્નાઇ સ્મેશર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.



ભારતનો નંબર-1 પુરૂષ ખેલાડી કિદાંબી શ્રીકાંત બેંગલુરૂની ટી-સર્ટમાં જોવા મળ્યો હતો. બેંગલુરૂ રેપટર્સે 80 લાખમાં ખરીદ્યો હતો. દુનિયાના નંબર 6ના ખેલાડી શ્રીકાંત ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સનો ફાઇનલિસ્ટ હતો. ત્યારે આ વર્ષે તે એક અઠવાડીયા માટે વર્લ્ડનો નંબર 1 ખેલાડી બન્યો હતો. શ્રીકાંતે ગત વર્ષે અવધ વોરિયર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દિલ્હી ડેશર્સે ભારતીય ખેલાડી એચએસ પ્રણયને 80 લાખમાં ખરીદ્યો છે. પ્રણયે ગત વર્ષે મુંબઇ રોકેટ્સન ટીમમાં હતો.


પીબીએલ-4ના 5 સૌથી મોંઘા ખેલાડી
ખેલાડી ટીમ કિંમત
સાઇના નેહવાલ નોર્થ ઇસ્ટર્ન વોરિયર્સ 80 લાખ
કિદાંબી શ્રીકાંત બેંગલુરૂ રેપયર્સ 80 લાખ
પીવી સિંધુ હૈદરાબાદ હંટર્સ 80 લાખ
એચએસ પ્રણય દિલ્હી ડેશર્સ 80 લાખ
કૈરોલિના મારિન પુણે-7 એસ 80 લાખ

પીમિયર બેડમિન્ટન લીગની સિઝન-4 માટે ખેલાડીઓની હરાજીમાં 23 દેશમાંથી 145 ખેલાડીઓ આવ્યા હતા. જેના પર 9 ફ્રેન્ચાઇઝીએ દાવ લગાવ્યો હતો. લીગમાં આવનારી નવી ટીમમાં કોઇ પણ ટીમ પાસે રાઇટ ટૂ મેચ કાર્ડ ન હતું. વર્ષ 2015 બાદ પ્રથમ વખત બધા ખેલાડીઓ પર બોલી લાગી હતી.