લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સુપર લીગ (PSL) સાથે જોડાયેલા તમામ ખેલાડીઓ અને બાકી સપોર્ટ સ્ટાફનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો. મંગળવાર 17 માર્ચે 128 લોકોનો કોરોના વાયરસનો ટેસ્ટ થયો હતો, જેમાં મોટા ભાગના ખેલાડી હતા. ગુરૂવારે 19 માર્ચે બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે કે પીએસએલ સાથે જોડાયેલ એકપણ વ્યક્તિમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીસીબી પ્રમાણે, 128 COVID 19 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પીસીબીએ પીએસએલના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, મેટ ઓફિશિયલ્સ, બ્રોડકાસ્ટર્સ અને ટીમ માલિકોને કોરોના ટેસ્ટ માટે 17 માર્ચે બોલાવ્યા હતા, જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ પહેલા મુલ્તાન સુલ્તાન ટીમના 17 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ટેસ્ટ માટે લઈ જવાયા હતા જેનો પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો 25 વિદેશી ખેલાડી, સપોર્ટ અને મેચ ઓફિશિયલ પહેલા જ પોતાના દેશ જઈ ચુક્યા છે, જેનો ટેસ્ટ પાકિસ્તાનમાં થયો નથી. 


કોરોના વાયરસઃ સંકટમાં આઈપીએલ 2020, હવે એમેસ ધોનીની વાપસીનું શું થશે?


પાકિસ્તાને લીધો હતો વિશ્વસનીયતાનો સવાલ
પીસીબી ચીફ વસીમ ખાને કહ્યું કે, આ પાકિસ્તાન સુપર લીગ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની અખંડતા અને વિશ્વસનીયતા માટે ખુબ મહત્વપૂર્ણ હતું કે તમામ ખેલાડી, સહયોગી સ્ટાફ, પ્રસારકો અને મેચ અધિકારીઓ, જેણે ટૂર્નામેન્ટના અંત સુધી પાકિસ્તાનમાં રહેવાનો નિર્ણય કર્યો હતો, તેનો COVID ટેસ્ટ નકારાત્મક આવ્યો છે. પીસીબી પોતાના કર્મચારીઓ માટે સ્વાસ્થ્યની સારી સુરક્ષા માટે સાવચેતીના ઉપાયો કરતુ રહેશે. 


મહત્વનું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મંગળવારે પીએસલેની પાંચમી સિઝનને સ્થગિત કરી દીધી હતી. પીસીબીએ સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલા પહેલા પાકિસ્તાન સુપર લીગને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર