કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ અહસાન મનીએ સોમવારે દાવો કર્યો કે, પીસીબીએ આઈસીસીની વિવાદ સમાધાન સમિતિમાં કેસ હાર્યા બાદ બીસીસીઆઈને વળતરના રૂપમાં 16 લાખ ડોલર (આશરે 10 કરોડ 98 લાખ 2 હજાર 800 રૂપિયા)ની રકમ આપી છે. મનીએ કહ્યું, અમે વળતરના મામલામાં આશરે 22 લાખ ડોલર ખર્ચ કર્યા, જે અમે ગુમાવી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, આ મામલામાં ભારતને ચુકવવામાં આવેલી રમત સિવાય અન્ય ખર્ચ, કાયદાકિય ફી અને યાત્રા સંબંધિત છે. પીસીબીએ ગત વર્ષે બીસીસીઆઈ વિરુદ્ધ આઈસીસીની વિવાદ સમાધાન સમિતિની સમક્ષ લગભગ 7 કરોડ અમેરિકન ડોલર (આશરે 4 અબજ 80 કરોડ 38 લાખ 72 હજાર 500 રૂપિયા)ના વળતરનો દાવો કરતા મામલો દાખલ કર્યો હતો. 


પીસીબીએ બીસીસીઆઈ પર બંન્ને બોર્ડ વચ્ચે સમજુતી પત્રનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સમજુતી પ્રમાણે 2015થી 2023 સુધી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 6 દ્વિપક્ષીય સિરીઝ રમવાની હતી, જેને બીસીસીઆઈએ ન માન્યું. ભારતીય ક્રિકેટ બોર્ડે દલીલ આપી હતી કે, તે પાકિસ્તાન વિરુદ્ધ તે માટે રમી રહ્યું નથી કારણ કે સરકારે તેની મંજૂરી આપી નથી. 


ભારતે પાકિસ્તાનના તે દાવાને પણ નકારી દીધો, જેમાં તેણે સમજુતી પત્રને કાયદાકિય રૂપથી બંધનકર્તા ગણાવ્યો હતો. બીસીસીઆઈએ કહ્યું કે, તે માત્ર એક પ્રસ્તાવ હતો.