રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંતમમાં ભારે ઘટાડો, જાણો આજનો ભાવ
ચેન્નઈમાં એક લીટર ડીઝલની કિંમતમાં 19 પૈસા અને દિલ્હીમાં 18 પૈસાનો ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રવિવારે ઘટાડો થયો છે. નવી કિંમત સવારે 6 કલાકથી લાગૂ થઈ ગઈ છે. પેટ્રોલની કિંમતમાં 21 પૈસા પ્રતિ લીટર સુધી અને ડીઝલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો થયો છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમતમાં 21 પૈસા, દિલ્હીમાં 20 પૈસા, કોલકત્તામાં 20 પૈસા અને મુંબઈમાં 20 પૈસાનો ઘટાડો થયો છે. રવિવારે ચેન્નઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 72.70 રૂપિયા, દિલ્હીમાં 70.07 રૂપિયા, કોલકત્તામાં 72.16 રૂપિયા અને મુંબઈમાં 75.69 રૂપિયા છે.
તો ચેન્નઈમાં એક લીટર ડીઝલની કિંમતમાં 19 પૈસા, દિલ્હીમાં 18 પૈસા, કોલકત્તામાં 18 પૈસા અને મુંબઈમાં 19 પૈસાનો ઘટાડો થયો છે. રવિવારે એક લીટર ડીઝલની કિંમત ચેન્નઈમાં 67.58 રૂપિયા, દિલ્હીમાં 64.01 રૂપિયા, કોલકત્તામાં 65.77 રૂપિયા અને મુંબઈમાં 66.98 રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓયલ અને ડીઝલ-રૂપિયાના એક્સચેન્જના આધાર પર નક્કી થાય છે. ભારત પોતાની જરૂરીયાતના 80 ટકા પેટ્રોલિયમ આયાત (ઇંપોર્ટ) કરે છે.
ઓક્ટોબર 2017થી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વૈશ્વિક સ્તપ પર આશરે 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેનું એક મોટું કારણ તે પણ છે કે સપ્લાઇ વધુ થઈ ગયું અને ડિમાન્ડમાં ઘટાડો થયો છે. સતત ઘટતી કિંમતો વચ્ચે તેલ ઉત્પાદન કરનાર દેશોની સંસ્થા OPEC અને રસિયા જેવા દેશો મળીને ઓછા તેલ ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો. ગ્લોબલ ડિમાન્ડને ધ્યાનમાં રાખતા ઉત્પાદનમાં 1.2 મિલિયન બેરલનો ઘટાડો થયો છે.