અમદાવાદ: પ્રો કબડ્ડી લીગ સીઝન-7ની 42મી મેચમાં દીપક હુડ્ડાના દમ પર જયપુર પિંક પેથર્સે પુણેરી પલ્ટન સામે 33-25થી જીત નોંધાવી છે. આ મુકાબલે દીપક હુડ્ડાએ સુપર-10 લગાવી, જેના લીધે જયપુર સ્કોરબોર્ડમાં ત્રીજા સ્થાને પહોંચી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે (15 ઓગસ્ટ)ના રોજ રમાયેલી આ મેચમાં જયપુરે મેચની ત્રીજી જ મિનિટમાં લીડ બનાવી લીધી હતી. પુણેની ટીમ મેચની 16મી મિનિટમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ જયપુરે 13-18થી લીડ બનાવી લીધી હતી. પહેલા હાફની સમાપ્તિ સુધી પુણે પાસે 6 પોઇન્ટની બઢત હતી. આ દરમિયાન મોટાભાગનો સમય નિતિન તોમર કોર્ટથી બહાર રહ્યા હતા.


મેચના બીજા હાફમાં જયપુરે આ લીડને જાળવી રાખી હતી. 31મી મિનિટે પુણે ફરી એકવાર ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે મેચની અંતિમ પાંચ મિનિટમાં પુણેએ ઝડપથી પોઇન્ટ પ્રાપ્ત કર્યા, પરંતુ આ ટીમની જીત માટે પુરતા ન હતા. 


જયપુર માટે કેપ્ટન દીપકના 10 પોઇન્ટ ઉપરાંત વિશાલે ચાર અને પીકેએલમાં પોતાની 50મી મેચ રમનાર સંદીપ ધૂલે ચાર પોઇન્ટ પ્રાપ્ત કર્યા. જયપુરે રેડ દ્વારા 16, ટેકલ વડે 13 અને ઓલઆઉટ દ્વારા ચાર પોઇન્ટ પ્રાપ્ત કર્યા. તો બીજી તરફ પુનેરી પલ્ટને રેડ દ્વારા 16, ટેકલ દ્વારા 8 અને એક એકસ્ટ્રા પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. સ્કોરબોર્ડ પર નજર કરીએ તો જયપુરે 6 માંથી 5 મેચ ત્રણ મેચ જીતીને ત્રીજા, જ્યારે પુણે પલ્ટન 7 માંથી 5 મેચ હારીને 12મા સ્થાને છે.