અમદાવાદ: પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની સાતમી સિઝનની 34મી મેચ ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ અને તમિલ થલાઇવાઝ વચ્ચે રમાઇ હતી. અમદાવાદના એરિના બાય ટ્રાંસસ્ટેડિયામાં રમાયેલી આ મેચમાં ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સને તેના ઘરેલુ મુકાબલામાં તમિલ થલાઇવાઝે 34-28થી માત આપી હતી. અમદાવાદના કાંકરિયાના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ઘરઆંગણે પહેલી મેચ રમતા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે ટોસ ગુમાવતા તમિલ થાલાઈવાસે કોર્ટની પસંદગી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમિલ થલાઇવાઝની પાંચ મેચોમાં આ ત્રીજી જીત છે અને ટીમ 20 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર પહોંચી ગઇ છે. તમિલ થલાઇવાઝને બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ ડ્રોઇ થઇ છે. તો બીજી તરફ ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સે અત્યાર સુધી 6 મેચ રમી છે, જ્યાત્રે ત્રણ મેચોમાં હારનો સામનો કરતાં 16 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. 


આ મેચમાં તમિલ થલાઇવાઝની ટીમે શરૂઆતથી બઢત બનાવી હતી, પરંતુ પછી ગુજરાત વાપસી કરતાં સ્કોર 6-6 ની બરાબરી પર કરી દીધો હતો, પ્રથમ હાફની અંતિમ મિનિટમાં તમિલ થલાઇવાઝે ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સને ઓલ આઉટ કરી પાંચ પોઇન્ટની બઢત પ્રાપ્ત કરી લીધી હતી.


બીજા ફાફમાં ગુજરાતે તમિલ થલાઇવાઝને આકરી ટક્કર આપી અને 17મી મિનિટમાં ઓલ આઉટ કરતાં સ્કોરને 26-25 સુધી પહોંચાડી દીધો અને એક પોઇન્ટની બઢત પ્રાપ્ત કરી લીધી. ત્યારબાદ થલાઇવાઝ અજય ઠાકુરે સુપર રેડ કરતાં ટીમને બઢત અપાવી હતી. 18મી મિનિટમાં થલાઇવાઝે ગુજરાતને ઓલ આઉટ કરી અને મેચ પોતાના નામે કરી લીધી હતી. 


અજય ઠાકુરનું શાનદાર પ્રદર્શન
આ મેચમાં તમિલ થલાઇવાઝ માટે અજય ઠાકુરે નવ પોઇન્ટ પ્રાપ્ત કરતાં શાનદાર પ્રદર્શન કર્યું જેથી ટીમ ગુજરાતને 34-28 થી હરાવવામાં સફળતા પ્રાપ્ત થઇ શકી. અજય ઉપરાંત ટીમના ડિફેંડર મોહિત છિલ્લરે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને છ પ્રયત્નોમાં પાંચ પોઇન્ટ પ્રાપ્ત કર્યા. તો બીજી તરફ ગુજરાત માટે સુનીલ કુમારે પાંચ પોઇન્ટ બનાવ્યા પરંતુ અંતિમ ક્ષણોમ,આં તમિલ થલાઇવાઝ મેચ પોતાના નામે કરવામાં સફળ રહી.


બંને ટીમના ખેલાડી
ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સની ટીમ
રેડર: અભિષેક, અબૂ ફજલ મકશૂદલૂ, ગુરવિંદર સિંહ, હરમનજીત સિંહ, લલિત ચૌધરી, મોરે બી, સચિન તંવર, સોનૂ,
ડિફેંડર: અમિત ખરબ, અંકિત, પ્રવેશ ભૈંસવાલ, સોનૂ ગહલાવત, સુમિત, ઋતુરાજ શિવાજી કોવારી, સુનીલ કુમાર
ઓલરાઉંડર: પંકજ, રોહિત ગૂલિયા, મોહમંદ શાજિદ હોસેન, વિનોદ કુમાર


તમિલ થલાઇવાઝની ટીમ:
રેડર: અજય ઠાકુર, આનંદ, રાહુલ ચૌધરી, શબ્બીર બાપૂ, અજીથ કુમાર, વિનીત શર્મા, યશવંત બિશ્નોઇ
ડિફેંડર: અજીત, એમ અભિષેક, પોનપ્રતિભન, હિંમાશુ, મોહિત છિલ્લર, સાગર, મિલાદ શાઇબેક
ઓલરાઉંડર: હેમંત ચૌહાણ, મંજીત છિલ્લર, રણ સિંહ, વિક્ટર ઓબરોય



દિલ્હીએ પુનેરી પલ્ટનને આપી માત
શનિવારે યોજાયેલી અન્ય મેચમાં દબંગ દિલ્હી કેસીએ સીઝનની પોતાની છઠ્ઠી મેચમાં પુનેરી પલ્ટનને રોમાંચક અંદાજમાં 32-30થી માત આપી. દિલ્હીની ટીમે પ્રથમ હાફમાં 19-11થી આગળ હતી. પરંતુ બીજા હાફમાં પુનેરીએ સારુ પ્રદર્શન કર્યું અને દિલ્હીને અંત સુધી આકરી ટક્કર આપી. જોકે દિલ્હી પોતાની બઢતને યથાવત રાખતાં મેચને પોતાના નામે કરી લીધી હતી. દબંગ દિલ્હીની છ મેચમાં આ પાંચમી જીત છે અને હવે તેના 26 પોઇન્ટ થઇ ગયા છે અને તે મજબૂતી સાથે ટોપ પર યથાવત છે. તો બીજી તરફ પુનેરીની છ મેચોમાંથી આ ચોથી હાર છે. ટીમ 11 પોઇન્ટ સાથે નવમા નંબર પર છે.