Team India માં જગ્યા ન મળવાથી નારાજ છે આ ખેલાડી, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ
Team India: ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળવાનું દુ:ખ આ ખેલાડી સહન કરી શક્યો નહીં અને તેણે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો છે. ટીમ ઇન્ડિયા આયરલેન્ડ સામે 26 જૂન અને 29 જૂનના બે ટી20 મેચ રમશે.
Team India: આયરલેન્ડના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઇ છે. ટીમ ઇન્ડિયા આયરલેન્ડ સામે 26 જૂન અને 28 જૂનના બે મેચની ટી20 સીરિઝ રમશે. IPL 2022 વિજેતા કેપ્ટન હાર્દિક પંડ્યાને આ સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતનો એક ખેલાડી આયરલેન્ડ સામે રમવાની તક ન મળતા ખુબ જ નારાજ જોવા મળી રહ્યો છે.
ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળવા પર નારાજ આ ખેલાડી
ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળવાનું દુ:ખ આ ખેલાડી સહન કરી શક્યો નહીં અને તેણે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવ્યો છે. આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ આઇપીએલમાં ઘણી વખત શાનદરા પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા છે. રાહુલ તેવતિયાએ ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળવા બાદ એક ટ્વીટ કરી છે, જે સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
ખતરોં કે ખિલાડીના સેટ પર ઇજાગ્રસ્ત થઈ આ એક્ટ્રેસ, તસવીર થઈ વાયરલ
સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ
રાહુલ તેવતિયાએ આયરલેન્ડ સામે ટી20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયામાં તક ન મળ્યા બાદ ટ્વિટર પર લખ્યું, 'અપેક્ષાઓને નુકસાન થયું છે'. તમને જણાવી દઈએ કે રાહુલ તેવતિયા એક ખતરનાક મેચ ફિનિશર છે. આ વર્ષે રાહુલ તેવતિયાની સૌથી યાદગાર આઇપીએલ ઇનિંગ નજર કરીએ તો પંજાબ કિંગ્સ સામેની મેચ ધ્યાને ચડે છે, જ્યારે ગુજરાત ટાઈટન્સને પંજાબ કિંગ્સ સામે એક મેચમાં 2 બોલમાં 12 રનની જરૂર હતી. ત્યારે તેવતિયાએ સતત બે બોલ પર 2 સિક્સ ફટકારી ગુજરાત ટાઈટન્સને મેચ જીતાડી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube