શ્રીલંકાના ખેલ પ્રધાને ખોલી પાકિસ્તાનની પોલ, કહ્યું- સુરક્ષાના કારણે ખેલાડીઓએ પાડી ના
હકીકતમાં, પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ફવાદ હુસૈન ચૌધરીએ કહ્યું હતું કે, ભારતના દબાવમાં આવીને શ્રીલંકાની ટીમના દસ ખેલાડીઓએ પાકિસ્તાનના પ્રવાસે આવવાની ના પાડી છે.
નવી દિલ્હીઃ વિશ્વભરમાં પોતાની કરતૂતોને કારણે બદનામ પાકિસ્તાનના વધુ એક જૂઠની પોલ શ્રીલંકાએ ખોલી દીધી છે. શ્રીલંકાના એક મંત્રીએ પાકિસ્તાનને જૂઠુ ગણાવતા કહ્યું કે, ભારતના દવાબમાં આવીને નહીં, પરંતુ ખેલાડીઓએ પોતે પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડી છે.
હકીકતમાં, પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ફવાદ હુસૈન ચૌધરીએ કહ્યું હતું કે, ભારતના દબાવમાં આવીને શ્રીલંકાની ટીમના દસ ખેલાડીઓએ પાકિસ્તાનના પ્રવાસે આવવાની ના પાડી છે. પાકિસ્તાનના પ્રધાનના આ નિવેદન પર પલટવાર કરતા શ્રીલંકાના પ્રધાન હરિન ફર્નાન્ડોએ આ દાવાને ખોટો ઠેરવ્યો છે.
શ્રીલંકાના ખેલ પ્રધાન હરિન ફર્નાન્ડોએ કહ્યું કે, 10 ખેલાડીઓએ પાકિસ્તાન જવા માટે 2009ના આતંકી હુમલાના આધાર પર ના પાડી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009મા પાકિસ્તાનના લાહોરમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમની બસ પર આતંકી હુમલો થયો હતો, જેમાં ઘણા ખેલાડીને ઈજા પહોંચી હતી અને અન્ય લોકોના જીવ પણ ગયા હતા.
શ્રીલંકાના ખેલ પ્રધાન હરિન ફર્નાન્ડોએ મંગળવારની રાત્રે કરેલા ટ્વીટમાં લખ્યું છે, 'તે વાતમાં કોઈ સત્ય નથી કે ભારતથી પ્રભાવિત થઈને શ્રીલંકાના ખેલાડીઓએ પાકિસ્તાન જવાની ના પાડી છે. કેટલાક ખેલાડીઓ સંપૂર્ણ રીતે 2009ના આતંકી હુમલાના આધાર બનાવી પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો છે. તેમના નિર્ણયનું સન્માન કરતા અમે તે ખેલાડીઓને પસંદ કર્યાં છે, જે પાકિસ્તાન જવા ઈચ્છે છે. અમારી પાસે ઘણી મજબૂત ટીમ છે, જે પાકિસ્તાનને પાકિસ્તાનમાં હરાવી શકે છે.'
કેન વિલિયમસનનો ખુલાસો, ખેલાડી હજુ પણ વિશ્વકપ ફાઇનલ વિશે વિચારી રહ્યાં છે અને....
ફવાદ હુસૈન ચૌધરીએ ટ્વીટર પર લખ્યું હતું, 'જાણીતા કોમેન્ટ્રેટરે મને જણાવ્યું કે, ભારતે શ્રીલંકાના ખેલાડીઓને ધમકાવ્યા છે કે જો તે પાકિસ્તાનના પ્રવાસે જવાની ના નહીં પાડે તો તેને આઈપીએલમાંથી બહાર કરી દેવામાં આવશે. આ ખુબ ગંદી ચાલ છે.' તેનો જવાબ હવે શ્રીલંકાના ખેલ પ્રધાને આપ્યો છે.
શ્રીલંકાના 10 ખેલાડીઓએ પાકિસ્તાન જવાની ના પાડી હતી. જેમાં
વનડે ટીમનો કેપ્ટન દિમુથ કરૂણારત્ને, ટી20 ટીમનો કેપ્ટન લસિથ મલિંગા સિવાય નિરોશન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, થિસારા પરેરા, અકિલા ધનંજય, એન્જેલો મેથ્યુઝ, સુરંગા લકમલ, દિનેશ ચંદીમલ, કુસલ મેન્ડિસનો સમાવેશ થાય છે.