પેરિસઃ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી ચુકેલા ખેલાડીઓની ટિકિટ ગેમ્સ સ્થગિત થવા છતાં સુરક્ષિત રહેશે. સૂત્રોએ આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા 11000માંથી 57 ટકા ખેલાડી ક્વોલિફાઇ કરી ચુક્યા છે. કોવિડ-19 મહામારીને કારણે મંગળવારે ગેમ્સને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. 


આઈઓસી અને 32 આંતરરાષ્ટ્રીય ગેમ્સ એસોસિએશનની ગુરૂવારે યોજાયેલી ટેલિ કોન્ફરન્સમાં ભાગ લેનારા એક અધિકારીએ કહ્યું, 'આઈઓસી અધ્યક્ષ થોમસ બાકે રમતોને સ્થગિત કરવાના નિર્ણયનું કારણ જણાવ્યું હતું. ત્યારબાદ કહ્યું કે, ટોક્યો 2020 માટે ક્વોલિફાઇ કરી ચુકેલા ખેલાડી 2021માં પણ રમશે.'


ઓસ્ટ્રેલિયાના કોચે કહ્યું- આ કારણે અમારા ખેલાડી આઈપીએલ માટે તૈયાર છે


સૂત્રોએ કહ્યું, વાતચીતમાં ક્વોલિફિકેશન મુખ્ય મુદ્દો હતો. કેટલાક મહાસંઘોના ઘણા ખેલાડી હજુ સુધી ક્વોલિફાઇ કરી શક્યા નથી અને તેના માટે ઓછામાં ઓછો ત્રણ મહિનાનો સમય જોઈએ. બોક્સિંગ સહિત ઘણઈ રમતોની ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર