World Athletics Championships: ઓલમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ અમેરિકાના યૂઝીનમાં ચાલી રહેલા વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ઇતિહાસ રચી દીધો છે. તે આ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં મેડલ જીતનાર પહેલા પુરૂષ ખેલાડી બન્યા. જેવલિન થ્રોની ફાઇનલમાં તેમણે 88.13 મીટર થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની આ ઉપલબ્ધિ પર સોશિયલ મીડિયા પર શુભેચ્છા સંદેશોનું પૂર આવી ગયું છે. સામાન્ય જનતાથી માંડીને નેતા, ખેલાડી, ઉદ્યોગપતિ અને સેલેબ્રિટી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પીએમ મોદીએ પણ નીરજ ચોપડાને શુભેચ્છા પાઠવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ લખ્યું કે 'આપણા એક સારા ખેલાડી દ્રારા પ્રાપ્ત કરવામાં આવેલી આ એક મોટી ઉપલબ્ધિ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક મેડલ જીતવા માટે નીરજ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતીય રમતો માટે આ એક ખાસ પળ છે. ભવિષ્ય માટે તમને શુભકામનાઓ.'



પીએમ મોદીની સાથે જ રક્ષામંત્રી, વિદેશમંત્રી, કાયદામંત્રીએ પણ નીરજ ચોપડાને શુભેચ્છા સંદેશ મોકલ્યા છે. પૂર્વ એથલીટ્સ પીટી ઉષા, હોકી ખેલાડી પીઆર શ્રીજેષ, ઓલમ્પિક પદક વિજેતા બજરંગ પુનિયાએ પણ નીરજ ચોપડાને જીતની શુભેચ્છા પાઠવી છે. અહીં જુઓ રિએક્શન...