નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજનીતિ, ઉદ્યોગ, રમત અને ફિલ્મ જગત સહિત અલગ-અલગ ક્ષેત્રોના પ્રભાવશાળી લોકોને મતદાતાઓને જાગરૂત કરવા માટે આગળ આવવાની બુધવારે અપીલ કરી અને કહ્યું કે, તમામ લોકો મળીને દેખાડી દે કે આ વખતે અભૂતપૂર્વ મતદાન થશે જે દેશના ચૂંટણી ઈતિહાસના પાછલા તમામ રેકોર્ડ તોડી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને ક્રિકેટરોને કહ્યું કે, તમે ક્રિકેટના મેદાનમાં અભૂતપૂર્વ રેકોર્ડ બનાવો છો, હવે તમે 130 કરોડ ભારતીયોને મતદાનનો નવો રેકોર્ડ બનાવવામાં યોગદાન આપવા માટે પ્રેરિત કરો. પીએમે ક્રિકેટર સચિન તેંડુલકર, ઓલમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, રેસલર સુશીલ કુમાર, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાયના નેહવાલ સહિત ખેલ જગતની હસ્તિઓને પણ મતદાતાને જાગરૂત બનાવવામાં યોગદાન આપવાની અપીલ કરી છે. 


પીએમે એમએસ ધોની, વિરાટ કોહલી, અનિલ કુંબરે, વીરેન્દ્ર સહેવાગ સિવાય ફોગાટ બહેનો, બજરંગ પૂનિયા, નીરજ વગેરેને જાગરૂતતા ફેલાવવામાં પોતાનું યોગદાન આપવાનું કહ્યું છે. કુશ્તી સાથે જોડાયેલા ખેલાડીઓને પીએમે અપીલ કરી કે, અમે તમને દંગલના મેદાનમાં જોયા છે, અમે તમને વિનંતી કરીએ છીએ કે લોકોને ચૂંટણી દંગલમાં ભાગ લેવા માટે પ્રેરિત કરો. 


વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર