નવી દિલ્હીઃ બે દિવસ બાદ દિલ્હીમાં રમાનારા ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh)વચ્ચે ટી20 સિરીઝની પ્રથમ મેચ પહેલા બંન્ને ટીમોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં દિવાળી બાદ વધેલા પ્રદુષણે જ્યાં મેચને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું કે, મેચ નક્કી કરેલા સમય પર રમાશે. શુક્રવારે બાંગ્લાદેશના ખેલાડીઓએ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ પર માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરાબ થઈ રહી છે દિલ્હીની હવા
દિવાળીના તહેવાર બાદથી દિલ્હીમાં હવાની ગુણવત્તાનું સ્તર ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યું છે. શહેરના ઘણા વિસ્તારમાં એક ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 'ગંભીર' સ્તર પર પહોંચી ગયો છે. આ કારણે માગ ઉઠી રહી છે કે મેચ અન્ય સ્થળે યોજવામાં આવે. 


ખેલાડીઓની મરજી, તે માસ્ક પહેરે કે નહિઃ બોર્ડ
બાંગ્લાદેશ બોર્ડના એક સૂત્રએ કહ્યું, 'તે ખેલાડીઓ પર આધાર રાખે છે કે, તે માસ્કનો ઉપયોગ કરવા ઈચ્છે છે તો તે તેની પસંદગી છે.' ગુરૂવારે મહેમાન ટીમના મુખ્ય ખેલાડી લિટન દાસ મેદાન પર માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તો મુશફીકુર રહીમ, મુસ્તફિઝુર રહમાને માસ્ક વગર અભ્યાસ કર્યો હતો, પરંતુ શુક્રવારે ઘણા બાંગ્લાદેશી ખેલાડીઓએ માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરી હતી. 


હેપ્પી બર્થડે લક્ષ્મણઃ 2001મા કોલકત્તા ટેસ્ટની તે ઐતિહાસિક ઈનિંગ ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ઈનિંગ છે


હવે રદ્દ ન થઈ શકે મેચ
આ પહેલા બીસીસીઆઈના અધ્યક્ષે સ્પષ્ટ કહ્યું હતું કે, મેચ નિર્ધારિત સમય મુજબ રમાશે. તેમણે કહ્યું હતું કે બોર્ડની દિલ્હીના અધિકારીઓ સાથે બે દિવસ પહેલા વાત થઈ ચુકી છે. અંતિમ સમય પર મેચ રદ્દ ન કરી શકાય. ટિકિટો વેંચાઇ ગઈ છે. હવે કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે તેમ નથી.