ICC ટી-20 વિશ્વકપ ઇલેવનમાં પૂનમ એકમાત્ર ભારતીય, શેફાલી 12મી ખેલાડી
આઈસીસી ટીમમાં ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી, બેથ મૂની, મેગ લેનિંગ, જેસ જોનાસેન અને મેગન શૂટને સ્થાન મળ્યું છે, જ્યારે તેમાં ઈંગ્લેન્ડની ચાર ખેલાડી છે.
દુબઈઃ લેગ સ્પિનર પૂનમ યાદવ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ ઇલેવનમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય છે. પૂનમે આ વિશ્વકપમાં પાંચ મેચ રમીને કુલ 10 વિકેટ પોતાના નામે કરી, જેમાં 19 રન આપીને 4 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. પૂનમ સિવાય યુવા ભારતીય સ્ટાર શેફાલી વર્માને 12માં ખેલાડી તરીકે આ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતને હરાવીને ફાઇનલ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમની સર્વાધિક 5 ખેલાડી આઈસીસીની ટીમમાં છે. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 85 રને પરાજય આપીને 5મી વખત આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
આઈસીસીની ટીમમાં ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી, બેથ મૂની, મેગ લેનિંગ, જોસ જોનાસન અને મેગન શૂટને સ્થાન મળ્યું છે, જ્યારે તેમાં ઈંગ્લેન્ડની ખેલાડી છે. ટીમની પસંદગી પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અને કોમેન્ટ્રેટરોની સમિતિએ કરી જેમાં ઇયાન બિશપ, અંજુમ ચોપડા, લીસા સઠાલેકર, પત્રકાર રોફ નિકોલસન અને આઈસીસીની પ્રતિનિધિ હોલી કોલ્પિન સામેલ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube