લિસ્બનઃ દુનિયાના દિગ્ગજ ફુટબોલરોમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોર્ટુગલ ફુટબોલ મહાસંઘે આ વાતની પુષ્ટિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેડરેશને મંગળવારે કહ્યુ કે, રોનાલ્ડોનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફેડરેશને આ સાથે કહ્યું કે, રોનાલ્ડોની સ્થિતિ સારી છે અને તેમાં આ ઘાતક વાયરસના કોઈ લક્ષણ નથી. 


રોનાલ્ડોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય ખેલાડીઓ વિશે ચિંતા વધી ગઈ છે કારણ કે તેણે આશરે 17 કલાક પહેલા ટીમના સાથી ખેલાડીઓ સાથે એક તસવીર શેર કરી હતી. પરંતુ ફેડરેશને આ વિશે કોઈ જાણકારી આપી નથી કે ટીમમાં કોઈ અન્ય ખેલાડી કોરોનાથી સંક્રમિત થયા છે કે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર