લિસ્બનઃ પોર્ટુગલે સોમવારે અહીં યૂરો 2020 ક્વોલિફાઇંગ મેચમાં સર્બિયા વિરુદ્ધ 1-1થી ડ્રો રમ્યો છે. આ મેચ દરમિયાન ઈટાલી ક્લબ જુવેન્ટ્સ તરફથી રમતા સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈજાગ્રસ્ત થઈ ગયો છે. બીસીસીના રિપોર્ટ અનુસાર, ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પોર્ટુગલનો આ બીજો ડ્રો છે. શુક્રવારે પોર્ટુગલે યુક્રેન વિરુદ્ધ ગોલ રહિત ડ્રો મેચ રમ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્બિયા વિરુદ્ધ પોર્ટુગલે વધુ બોલ પઝેશન રાખ્યું, પરંતુ તેને ગોલ કરવામાં સફળતા ન મળી. પોર્ટુગલની શરૂઆત ખરાબ રહી અને સાતમી મિનિટમાં જ મહેમાન ટીમને પેનલ્ટી મળી ગઈ હતી. દૂસાન ટેડિચે ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી દીધી હતી. એક ગોલથી પાછળ રહ્યાં બાદ પોર્ટુગલે પ્રથમ હાફ સમાપ્ત થવા સુધી બરોબરી હાસિલ કરી લીધી હતી. 


મેચની 42મી મિનિટમાં ડેનિલો પરેરાએ યજમાન ટીમ માટે મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો. રોનાલ્ડોને મેચની 31 મિનિટમાં પગમાં તકલીફ થઈ જેના કારણે તેણે મેદાનની બહાર જવું પડ્યું હતું. તેણે કહ્યું, મને આગામી 24 કે 48 કલાકમાં આ વિશે વધુ જાણકારી મળશે. આમ થાય છે, જો તમે વરસાદમાં જાવ તો પલડી જાવ છો. હું આગામી એક કે બે સપ્તાહમાં વાપસી કરીશ. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર