નવી દિલ્હીઃ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન અને દક્ષિણ આફ્રિકા-એ ટીમ વચ્ચે રમાનારી પ્રેક્ટિસ મેચના ટાઇમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે આ 30 જુલાઈથી રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન અને દક્ષિણ આફ્રિકા-એ વચ્ચે 29 જુલાઇ 2018થી રમાનારી મેચ હવે 30 જુલાઇથી એક ઓગસ્ટ વચ્ચે એન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 


ભારત-એ અને દક્ષિણ આફ્રિકા-એ વચ્ચે પ્રથમ ચાર દિવસીય મેચ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ચારથી સાત ઓગસ્ટ સુધી રમાશે. જ્યારે શ્રેણીની બીજી મેચ અલૂરમાં 10થી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે.