મુંબઈઃ બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) રાષ્ટ્રીય પસંદગીસમિતિના બે પદોને ભરવા માટે પાંચ ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ કરશે, જેમાં પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્તમાન પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદ અને તેના સાથી ગગન ખોડાના સ્થાન પર નવા પસંદગીકાર પસંદ કરવામાં આવશે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અજીત અગરકરે પણ અરજી કરી હતી, પરંતુ તેમને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો નથી. 


સમિતિમાં પૂર્વ ભારતીય ક્રિકેટર મદન લાલ, આરપી સિંહ અને સુલક્ષણા નાઇક સામેલ છે. તેમણે 44 ઉમેદવારોની તપાસ કર્યા બાદ પાંચ ઉમેદવારોને ઈન્ટરવ્યૂ બોલાવવાનો નિર્ણય કર્યો છે. 


આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોપ પર યથાવત, કોહલી બીજા સ્થાન પર  


બીસીસીઆઈના સૂત્રોએ પીટીઆઈને કહ્યું, 'તેમણે વેંકટેશ પ્રસાદ, પૂર્વ સ્પિનર સુનીલ જોશી, ક્રિકેટરથી કોમેન્ટ્રેટર બનેલા એલ શિવરામાકૃષ્ણન, પૂર્વ મધ્યમ ગતિના બોલર હરવિંદર સિંહ અને પૂર્વ સ્પિનર રાજેશ ચૌહાણને બુધવારે ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર