આ 16 વર્ષના ભારતીયે IPLમાં રચ્યો ઈતિહાસ, બનાવ્યો મોટો રેકોર્ડ
સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રવિવારે આઈપીએલ સિઝન 12ના 11માં મેચમાં ભારતના યુવા લેગ સ્પિનર પ્રયાસ રે બર્મને ઈતિહાસ રચી દીધો છે.
હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રવિવારે આઈપીએલ સિઝન 12ના 11માં મેચમાં યુવા લેગ સ્પિનર પ્રયાસ રે બર્મને ઈતિહાસ રચી દીધો છે.
પ્રયાસ રે બર્મને રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ આઈપીએલમાં પોતાનું પર્દાપણ કર્યું છે. પ્રયાસે માત્ર 16 વર્ષ 157 દિવસની ઉંમરમાં આઈપીએલમાં પર્દાપણ કર્યું છે.
પ્રયાસ રે બર્મન વિશ્વની નંબર-1 ટી-20 લીગમાં પર્દાપણ કરનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. પ્રયાસે અફગાનિસ્તાનના યુવા સ્પિનર મુઝીબ ઉર રહમાન (જાદરાન)ને પાછળ છોડી દીધો છે., જેણે માત્ર 17 વર્ષ 11 દિવસની ઉંમરમાં પોતાનું આઈપીએલ પર્દાપણ કર્યું હતું.
આઈપીએલમાં પર્દાપણ કરનાર યુવા ખેલાડી
16 વર્ષ 157 દિવસ - પ્રયાસ રે બર્મન (ભારત), 2019
17 વર્ષ 11 દિવસ - મુઝીબ ઉર રહમાન - (અફગાનિસ્તાન), 2018
17 વર્ષ 179 દિવસ - સરફરાઝ ખાન (ભારત), 2015
17 વર્ષ 179 દિવસ - પ્રદીપ સાંગવાન (ભારત), 2008
17 વર્ષ 199 દિવસ - વોશિંગટન સુંદર (ભારત), 2017
મહત્વનું છે કે, પ્રયાસ રે બર્મનને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 16 વર્ષનો પ્રયાસ વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ડ્રેસિંગ રૂમ એબી ડિવિલિયર્સ જેવા ધુરંધરોની સાથે શેર કરી રહ્યો છે. બંગાળ તરફથી રમનાર પ્રયાર રે બર્મને અત્યાર સુધી લિસ્ટ-એના 9 મેચોમાં 11 વિકેટ ઝડપી છે.