નવી દિલ્હીઃ દિલ્હીએ ઋૃષભ પંતની અડધીસદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2018) મેચમાં મુંબઈને 11 રને હરાવીને તેનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું તોડી દીધું. મુંબઈ અને પંજાબની હાર સાથે રાજસ્થાન પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈને નોકઆઉટમાં હારવાથી પંજાબ ટીમની સહમાલિક પ્રીતિ ઝિંટા ખૂશ જોવા મળી. રવિવારે પંજાબ અને ચેન્નઈ વચ્ચે રમાયેલી મેચનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રીતિ ઝિંટા મુંબઈની હાર બાદ સૌથી ખૂશ જોવા મળી રહી છે. પરંતુ આ વીડિયોની ખાતરી થઈ શકી નથી કે, વીડિયો ક્યાંનો અને કઈ મેચનો છે. આ વીડિયોમાં કોઈ અવાજ પણ નથી. 


આ વીડિયોમાં ઓડિયા ન હોવા છતા ખ્યાલ આવે છે કે પ્રીતિ કહી રહી છે, હું ખૂબ ખૂશ છું કે મુંબઈ બહાર થઈ ગઈ છે. “I am just very happy that Mumbai is not going to the finals... Really happy.” 


આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપતી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રીતિ ઝિંટા આ ખુશી પંજાબના કિસાની સાથે શેર કરી રહી છે. 



મહત્વનું છે કે, મુંબઈ ટૂર્નામેન્ટમાંથી બહાર થતા પંજાબે આઈપીએલ 2018માં પોતાનો અંતિમ મેચ ચેન્નઈ વિરુદ્ધ રમ્યો. આ મેચમાં ચેન્નઈએ પંજાબને પાંચ વિકેટે હરાવ્યું. પંજાબને પ્લેઓફમાં પહોંચવા માટે 53 રનથી જીત મેળવવાની હતી. આમ કરવામાં પંજાબ અસફળ રહી અને અંતિમ મેચમાં પરાજય સાથે આઈપીએલ 2018માં તેની સફર સમાપ્ત થઈ ગઈ હતી.