નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ (India vs New Zealand) બહુ પડકારજનક હતો. ટીમ ઇન્ડિયા લાંબા સમય પછી શિખર ધવન અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ વગર આ ટેસ્ટ સિરીઝમાં રમવા માટે ઉતરી હતી. પહેલા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 10 વિકેટે ભારે હારનો સામનો કર્યો છે. જોકે બીજી ટેસ્ટમાં પૃથ્વી શો (Prithvi Shaw)એ ટીમ ઇન્ડિયાને મજબુત શરૂઆત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસી T20 રેન્કિંગઃ કેએલ રાહુલ નંબર-2 પર યથાવત


નોંધનીય છે કે ભારતનો યુવા બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw) ન્યૂઝીલેન્ડ (New Zealand) વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ રહ્યો હતો. જે બાદમાં સોશિયલ મીડિયા પર સતત તેને બહાર બેસાડીને યુવા ખેલાડી અને બેટ્સમેન શુભમન ગિલ (Shubhman Gill)ને સ્થાન આપવાની વાત કરવામાં આવતી હતી. શોએ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં જ અડધી સદી ફટકારીને ટીકાકારોનું મોઢું બંધ કરી દીધું છે. પોતાની આ ઇનિંગ્સમાં તેણે ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કરવા ઉપરાંત એક રેકોર્ડ પણ કર્યો છે.


મહિલા T20 WC: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યો, થયો રેકોર્ડનો વરસાદ


ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ગત મેચમાં અડધી સદી ફટકારનાર મયંક અગ્રવાલ સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદમાં પૃથ્વી શોએ પૂજારા સાથે પાર્ટનરશીપ કરી હતી. આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી શોએ 64 બોલમાં 54 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ (New Zealand)માં ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) છે. તેંડુલકરે વર્ષ 1990માં નેપિયરમાં 16 વર્ષ 291 દિવસની ઉંમરમાં અડધી સદી ફટકારી હતી. પૃથ્વી શો હાલ 20 વર્ષ 112 દિવસનો છે. આ યાદીમાં ત્રીજા નંબર પર અતુલ વાસનનું નામ છે. જેણે 1990માં 21 વર્ષ 336 દિવસની ઉંમરમાં ઓકલેન્ડમાં 50 રન બનાવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર