4 વર્ષની વયે ગુમાવી હતી માતા, લોકો હવે કહે છે નેકસ્ટ સચિન
આ ખેલાડીએ આઇપીએલ 2018માં ધમાકેદાર ઇનિંગ રમીને બધાના દિલ જીતી લીધા છે
નવી દિલ્હી : આઇપીએલ 2018ની સિઝનમાં જે ખેલાડીઓ પોતાના ધમાકેદાર પર્ફોમન્સથી ધ્યાન ખેંચવામાં સફળ સાબિત થયા છે એમાંથી એક છે પૃથ્વી શો. મુંબઈ આ યુવાન ખેલાડીએ જે રીતે બેટિંગ કરી છે એ પરથી સાબિત થઈ ગયું છે કે તે લાંબી રેસનો ઘોડો છે. તેના ધમાકેદાર બેટિંગને કારણે તેને નેકસ્ટ સચિન તેન્ડુલકર ગણવામાં આવી રહ્યો છે.
જલાલપોરના બીજેપી ધારાસભ્યના બેફામ બોલ, કહ્યું પાણી કરતા પણ વધારે મળે છે બિયર
આઇપીએલ 2018ની 4 મેચોમાં તે અત્યાર સુધી 140 રન બનાવી ચૂક્યો્ છે. બુધવારે રાજસ્થાન વિરૂદ્ધમાં તેની તોફાની રમતની મદદથી તેની જીત મેળવી હતી. આઇપીએલમાં પૃથ્વીની પ્રતિભાના બધા ચાહક બની ગયા છે પણ બહુ ઓછા લોકો તેના જીવનની ટ્રેજડી વિશે માહિતગાર છે.
પૃથ્વીનો પરિવાર બિહારનો છે પણ તેના માતા-પિતા મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા. પૃથ્વી જ્યારે માત્ર ચાર વર્ષનો હતો ત્યારે તેની માતાનું અવસાન થઈ ગયું હતું. પૃથ્વીની કરિયરમાં સમસ્યા ન થાય એ માટે પિતાએ પોતાનો બિઝનેસ સમેટી લીધો હતો અને આખો પરિવાર ત્રણ વર્ષ સુધી માત્ર બચતના આધારે ટક્યો હતો. આ પછી પૃથ્વીને જ્યારે સ્કોલરશિપ મળી ત્યારે તેનો સારો સમય શરૂ થયો.
ભારતીય ટીમે પૃથ્વી શોની કેપ્ટનશીપ હેઠળ અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. ફાઈનલમાં ભારતીય ટીમે કાંગારુઓને હરાવી ટાઈટલ પર કબજો જમાવ્યો છે. આ સાથે પૃથ્વી સૌથી નાની વયના ચેમ્પિયન કેપ્ટન બન્યો હતો.