INDvsWI: 1955 બાદ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો આ છે ભારતીય ખેલાડી
ભારતીય ટીમને વેસ્ટઇન્ડીઝની સામે પહેલા ટેસ્ટ માટે તેમના છેલ્લા 12 ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પૃથ્વી શોનું નામ શામેલ કરવમાં આવ્યું છે.
નવી દિલ્હી: ભારતીય ટીમને વેસ્ટઇન્ડીઝની સામે પહેલા ટેસ્ટ માટે તેમના છેલ્લા 12 ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પૃથ્વી શોનું નામ શામેલ કરવમાં આવ્યું છે. પહેલી ટેસ્ટ ગુરૂવારથી શરૂ થવાની છે. પૃથ્વી શો પાછલા 63 વર્ષમાં સૌથી નાની ઉંમરનો ભારતીય ઓપનર હશે.
ભારતીય ટીમમાં ઓપનર ત્રણ ખેલાડી શામેલ છે. તેમાં 25 ટેસ્ટ રમી ચૂકેલા કેએલ રાહુલની સાથે સાથે પૃથ્વી શો અને મયંક અગ્રવાલ શામેલ છે. પૃથ્વી અને મયંકને અત્યારે ટેસ્ટ કરિયરની શરૂઆત કરવાની છે. ટીમ ઇન્ડિયાના છેલ્લા-12 ખેલાડીઓની ઘોષણાની સાથે જ આ નક્કી થઇ ગયું છે કે મયંકને અત્યારે વધુ રાહ જોવી પડશે. છેલ્લા 12 ખેલાડીઓના લિસ્ટમાં શામેલ એક બોલરને પ્લેઇન્ગ 11માં જગ્યા આપવામાં આવી નથી.
રાહુલની સાથે ઓપનિંગ કરશે પૃથ્વી
મુંબઇમાં પૃથ્વી શો, કર્નાટકમાં કેએલ રાહુલની સાથે ઇનિંગની શરૂઆત કરશે. આ સાથે જ તેને સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કરનારા ક્રિકેટરોની લિસ્ટમાં પોતાનું નામ શામેલ કરાવ્યું છે. સૌથી નાની ઉંમરમાં પ્રથમ ટેસ્ટ રમનારનો વલ્ડ રેકોર્ડ પોકિસ્તાનના હસન રજાના નામે છે. આ મામલમાં ભારતીય રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે. હસન રજાએ 14 વર્ષ 227 દિવસ અને સચિન 16 વર્ષ 205 દિવસની ઉંમરમાં પ્રથમ ટેસ્ટ રમ્યા હતા.
વાંચવા માટે ક્લિક કરો: INDvsWI: રાજકોટ ટેસ્ટ માટે થઇ ટીમની જાહેરાત, પૃથ્વી શોને મેચમાં રમવાની મળી તક
18 વર્ષ 329 દિવસની ઉંમરમાં પ્રથમ ટેસ્ટ રમશે પૃથ્વી
પૃથ્વી ગુરૂવારે જ્યારે પ્રથમ ટેસ્ટ રમશે ત્યારે તેની ઉંમર 18 વર્ષ 329 દિવસની થઇ ગઇ હશે. તે સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કરનાર ભારતીય લિસ્ટમાં 13માં નંબર પર છે. પરંતુ તેમાંથી ઓપનર્સની વાત કરીએ તો માત્ર વિજય મહેરાએ પૃથ્વીથી નાની ઉંમરમાં ભારત માટે ઓપનિંગ કરી છે. દિલ્હીમાં વિજય મહેરાએ જ્યારે 1955માં ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટેસ્ટ રમ્યો, ત્યારે તેની ઉંમર 17 વર્ષ 265 દિવસની હતી. જોકે, તેના કરિયર વધારે ચાલ્યું નહીં અને તે માત્ર 8 ટેસ્ટ રમ્યો હતો.
વાંચવા માટે ક્લિક કરો: INDvsWI: ટીમ ઇન્ડિયાના ઓપનિંગ પર ‘આકાશવાણી’, નાયરના સિલેક્શનને લઇ ઉઠ્યા સવાલો
આ સદીનો ત્રીજો સૌથી નાની ઉંમરનો ભારતીય ડેબ્યૂડેંટ
પૃથ્વી શો 21મી સદીમાં ત્રીજો સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂડેટ ભારતીય ક્રિકેટર બનશે. આ મામલમાં પ્રથમ નંબર પર પીયૂષ ચાવલા અને બીજા નંબર પર પાર્થિવ પટેલ છે. ચાવલાએ 17 વર્ષ 75 દિવસ અને પાર્થિવ 17 વર્ષ 152 દિવસની ઉંમરમાં પહેલા ટેસ્ટ રમ્યો હતો.
વાંચવા માટે ક્લિક કરો: પાકિસ્તાનના પૂર્વ બોલરે કહ્યું, આ રીતે લઇ શકાય વિરાટ કોહલીની વિકેટ
પૃથ્વી શોથી નાની ઉંમરનો ભારતીય ડેબ્યૂડેંટ
ભારતના 12 ખેલાડી પૃથ્વી શોથી નાની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચુક્યા છે. આ મામલમાં ભારતીય રેકોર્ડ સચિન તેંદુલકર (16 વર્ષ 205 દિવસ)ના નામે છે. પીયૂષ ચાવલા, લક્ષ્મણ શિવરામાકૃષ્ણન, પાર્થિવ પટેલ, મનિંદર સિંહ, વિજય મહેરા, હરભજન સિંહ, એજી મિલ્ખા સિંહ, ભગવત ચંદ્રશેખર, ઇશાંત શર્મા, રવિ શાસ્ત્રી અને ચેતન શર્માએ પણ પૃથ્વીથી નાની ઉંમરમાં પ્રથમ ટેસ્ટ રમ્યા હતા. પીયૂષ ચાવલા, શિવરામાકૃષ્ણન, પાર્થિવ, મનિંદર, વિજય મહેરા અને હરભજન સિંહે 17 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. એજી મિલ્ખા સિંહ, ચંદ્રશેખર, ઇશાંત, રવિ શાસ્ત્રી અને ચેતન શર્માએ 18 વર્ષની ઉંમરમાં પ્રથમ ટેસ્ટ રમ્યા હતા.