Pro Kabaddi: 16 નવે.થી ગુજરાત ફોર્ચ્યુન જાયન્સટની હોમ લીગનો પ્રારંભ, અમદાવાદમાં કુલ 11 મેચ રમાશે
પ્રો-કબડ્ડીની સિઝન-6માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ હોમ લીગ રમવા માટે અમદાવાદ પહોંચી ગઈ છે. કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમ ખાતે તમામ મેચ રમાવાની છે.
અમદાવાદઃ પ્રો-કબડ્ડી લીગ સિઝન-6ની ગાડી ગુજરાત પહોંચી ગઈ છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ હોમ લીગ મેચ રમવા માટે પણ આવી પહોંચી છે. ગત સિઝનમાં ગુજરાતની ટીમ ઘરઆંગણે અપરાજીત રહી હતી. આ વખતે પણ યુવા ખેલાડીથી ભરપૂર ગુજરાતની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. છેલ્લી 6 મેચમાં ગુજરાતે સતત છ વિજય મેળવ્યા છે. તો ગુજરાત પોતાના ઘરઆંગણે આ પ્રદર્શન જાળવી રાખશે તેવી દર્શકોને પણ આશા છે.
અમદાવાદમાં ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમમાં 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી પ્રો-કબડ્ડીની કુલ 11 મેચ રમાવાની છે. પ્રથમ મેચ રાત્રે 8 કલાકે અને બીજી મેચ રાત્રે 9 કલાકે શરૂ થશે. આ સિઝનમાં કુલ 12 ટીમો રમી રહી છે. દરેક ટીમને બે ઝોનમાં વહેંચવામાં આવી છે. ગુજરાતની ટીમ ઝોન-એમાં છે. તેની સાથે યૂ-મુમ્બા, પુનેરી પલ્ટન, દબંગ દિલ્હી, હરિયાણા સ્ટિલર્સ અને જયપુર પિંક પેન્થર્સ છે.
જુઓ અમદાવાદમાં રમાનારી પ્રો-કબડ્ડીનો કાર્યક્રમ
16 નવેમ્બરઃ પ્રથમ મેચ, જયપુર પિંક પેન્થર્સ vs યૂપી યોદ્ધા
16 નવેમ્બરઃ બીજી મેચ, ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ vs બેંગાલ વોરિયર્સ
17 નવેમ્બરઃ પ્રથમ મેચ, પૂનેરી પલ્ટન vs બેંગાલ વોરિયર્સ
17 નવેમ્બર બીજી મેચઃ બેંગલુરૂ બુલ્સ vs ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ
18 નવેમ્બર: જયપુર પિંક પેન્થર્સ vs બેંગલુરૂ બુલ્સ
18 નવેમ્બરઃ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ vs યૂપી યોદ્ધા
20 નવેમ્બરઃ તમિલ થલાયવસ vs તેલુગુ ટાયટન્સ
20 નવેમ્બરઃ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ vs દબંગ દિલ્હી
21 નવેમ્બરઃ પટના પાયરટ્સ vs તમિલ થલાયવસ
21 નવેમ્બરઃ યૂ મુમ્બા vs ગુજરાત
22 નવેમ્બરઃ હરિયાણા સ્ટિલર્સ vs ગુજરાત
Pro Kabaddi: 16 નવે.થી ગુજરાત ફોર્ચ્યુન જાયન્સટની હોમ લીગનો પ્રારંભ, અમદાવાદમાં કુલ 11 મેચ રમાશે
સિઝન-6માં ગુજરાતની ટીમનું અત્યાર સુધી પ્રદર્શન
ગુજરાતની ટીમે આ સિઝનમાં શાનરાદ શરૂઆત કરી છે. પ્રથમ મેચ ડ્રો રહ્યાં અને બીજી મેચમાં પરાજય બાદ ગુજરાતની ટીમે સતત છ મેચમાં જીત મેળવી છે. ગુજરાતે અત્યાર સુધી 8 મેચ રમી છે. જેમાં 6માં વિજય એકમાં હાર અને એક મેચ ટાઇ રહી છે. ગુજરાત ઝોન-એમાં 34 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે.