મુંબઇ: પ્રો કબડ્ડી લીગની સાતમી સિઝનની 20મી મેચ જ્યારે ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ અને દબંગ દિલ્હીની ટીમ ઉતરશે તો કોઇ એક ટીમને સિઝનની પ્રથમ હાર મળશે. ગુજરાત અને દિલ્હી વચ્ચે આ મેચ મુંબઇના સરદાર વલ્લભાઇ પટેલ ઇંડોર સ્ટેડિયમમાં આજે ભારતીય ટીમના અનુસાર સાંજે 7:30 વાગે રમાશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રો કબડ્ડીની 7મી સીઝનમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સનું પ્રદર્શન
આ સીઝનમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ શાનદાર ફોર્મમાં છે અને અત્યાર સુધી રમાયેલા બંને મુકાબલા મોટા અંતરથી જીત નોંધાવી છે. ગુજરાત પ્રથમ મેચમાં બેગલુરૂ બુલ્સને 24-42થી હરાવ્યું હતું, તો બીજી મેચમાં યૂપી યોદ્ધાને 44-19થી માત આપી હતી. 


પ્રો કબડ્ડી 2019માં દબંગ દિલ્હીનું પ્રદર્શન
તો બીજી તરફ દબંગ દિલ્હીની ટીમ માટે આ સીઝન ખૂબ નસીબદાર રહી છે, કારણ કે બંને મુકાબલમાં તેને એક-એક પોઇન્ટથી જીત નોંધાવી છે. દિલ્હીએ અત્યાર સુધી પોતાના ત્રણેય મુકાબલામાં જીત નોંધાવી છે. 


દિલ્હીએ પહેલી મેચમાં તેલુગૂ ટાઇટંસને 34-33 થી હરાવ્યું અને પછી તમિલ થલાઇવાઝ વિરૂદ્ધ 30-29 થી જીત નોધાવી હતી. ત્યારબાદ દિલ્હીની ટીમે ત્રીજી મેચમાં હરિયાણા વિરૂદ્ધ મોટી જીત નોંધાવી અને 41-21થી હરાવ્યું. 


દિલ્હીના આ ખેલાડી કરી શકે કમાલ
દબંગ દિલ્હીની ટીમના રાઇડર નવીન કુમાર પર બધાની નજર રહેશે, જેમણે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરતાં 3 મેચોમાંથી સૌથી વધુ 31 પોઇન્ત પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત રાઇડર ચંદ્વન રંજીતે પણ 3 મેચોમાં 18 પોઇન્ટ પ્રાપ્ત કરી પોતાની તરફ ધ્યાન કેંદ્વીત કર્યું છે. ડિફેંસમાં જોગિંદર સિંહ નરવાલે પ્રભાવિત કર્યા છે અને ત્રણેય મેચોમાં 11 પોઇન્ટ પોતાના નામે કર્યા છે, જે આ મેચમાં પણ કમાલ કરી શકે છે. 


તો બીજી તરફ ગુજરાતના રાઇડર રોહિત ગૂલિયા અને સચિન તંવર, જ્યારે ડિફેંડરમાં સુનીલ કુમાર અને પરવેશ ભૈંસવાલ પર નજર રહેશે. રોહિતે બે મેચમાં 13 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે, જ્યારે સચિને 12 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. તો બીજી તરફ ડિફેંસમાં સુનીલ અને પરવેશે બે મેચોમાં 8-8 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. 


બંને ટીમો આ પ્રકારે છે


દબંગ દિલ્હીની ટીમ:
રાઇડર:
અમલ કાદિયાન, ચંદ્વન રંજીત, નવીન કુમાર, નીરજ નરવાલ, સુમિત કુમાર
ડિફેંડર: મોહિત, વિશાલ માને, પ્રતીક પાટીલ, રવિંદર પહલ, અનિલ કુમાર, સઇદ ગફ્ફારી, સત્યવાન, સુમિત, જોગિંદર નરવાલ, સોમબીર.
ઓલરાઉન્ડર: બલરામ, મેરાજ શેખ, વિજય


ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ ટીમ:
રાઇડર:
અભિષેક, અબૂ ફજલ મકશૂદલૂ, ગુરવિંદર સિંહ, હરમનજીત સિંહ, લલિત ચૌધરી, મોરે બી, સચિન તંવર, સોનૂ.
ડિફેંડર: અમિત ખરબ, અંકિત, પરવેશ ભૈંસવાલ, સોનૂ ગહલાવત, સુમિત, ઋતુરાજ શિવાજી કોવારી, સુનીલ કુમાર.
ઓલરાઉન્ડર: પંકજ, રોહિત ગૂલિયા, મોહમંદ શાજિદ હોસેન, વિનોદ કુમાર.