અમદાવાદ: પ્રો કબડ્ડી લીગની સાતમી સિઝનના 37મા મુકાબલામાં ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સની ટીમ પોતાના ઘરેલૂ મુકાબલામાં તેલુગૂ ટાઇટંસ સામે ટકરાશે. ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સ અને તેલુગૂ ટાઇટંસ વચ્ચે આ મેચ અમદાવાદના એકા એરિના બાય ટ્રાંસસ્ટેડિયામાં રવિવારે ભારતીય સમયાનુસાર 8:30 વાગે રમાશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સે અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી ત્રણ મેચ જીતી છે, જ્યારે ત્રણ મેચમાં હારનો સામનો કરતાં 16 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે અને ટીમ છઠ્ઠા નંબર પર છે. તો બીજી તરફ તેલુગૂ ટાઇટંસને 6 મેચોમાં એક પણ જીત પ્રાપ્ત થઇ નથી અને ટીમ પાંચ હાર તથા એક ડ્રો સાથે પોઇન્ટ લિસ્ટમાં સૌથી નીચે છે. 


બંને ટીમોના આ ખેલાડીઓ પર રહેશે નજર
ગુજરાતના રેડર રોહિત ગુલિયા અને સચિન તંવર પર નજર રહેશે, જ્યારે ડિફેન્સમાં પરવેશ ભૈંસવાલ પાસે શાનદાર પ્રદર્શનની આશા રહેશે. તો બીજી તરફ ટાઇટંસના દેસાઇ બ્રધર્સ પર નજર રહેશે, જેમણે આત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. 

PKL 2019, Gujarat vs Tamil: ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સને તમિલ થલાઇવાઝે 34-28 થી આપી માત


બંને ટીમો આ પ્રકારે છે
ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સની ટીમ

રેડર: અભિષેક, અબૂ ફજલ મકશૂદલૂ, ગુરવિંદર સિંહ, હરમનજીત સિંહ, લલિત ચૌધરી, મોરે બી, સચિન તંવર, સોનૂ
ડિફેંડર: અમિત ખરબ, અંકિત, પ્રવેશ ભૈંસવાલ, સોનૂ ગહલાવત, સુમિત, ઋતુરાજ શિવાજી કોવારી, સુનીલ કુમાર
ઓલરાઉંડર: પંકજ, રોહિત ગૂલિયા, મોહમંદ શાજિદ હોસેન, વિનોદ કુમાર


તેલુગૂ ટાઇટંસની ટીમ: 
રેડર: અમિત કુમાર, અંકિત બેનીવાલ, કમલ સિંહ, મુલા શિવા ગણેશ રેડ્ડી, રજનીશ, રાકેશ ગાવડા, સિદ્ધાર્થ દેસાઇ, સૂરજ દેસાઇ
ડિફેંડર: આકાશ દત્તૂ, આકાશ ચૌધરી, મનીષ, સી અરૂણ, અબોઝાર મોહાજરમેઘાની, વિશાલ ભારદ્વાજ
ઓલરાઉન્ડર: અરમાન, ડેવિટ્ટ જેનિંગ્સ, ફરહદ રહીમી.