Pro Kabaddi League 2019 : ગુજરાત અને જયપુરની મેચ જોરદાર રસાકસી બાદ 28-28થી ટાઈ
દિપક હુડા અને વિશાલની શાનદાર લડાયક રમત છતાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર રમાયેલી પ્રો કબડ્ડી લિગ સિઝન-7 (Pro Kabaddi League 2019) ની એક મેચમાં યજમાન જયપુર પિંક પેન્થર્સ અને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની મેચ જોરદાર રસાકસી બાદ 28-28થી ટાઈમાં પરિણમી હતી. દિપક હુડાએ 18 રેઈડમાં ચાર પોઈન્ટ, જ્યારે કે વિશાલે સાત ટેકલમાં નવ પોઈન્ટ મેળવીને ટીમ માટેની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં રેફરીના કેટલાક નિર્ણયો ગુજરાતની તરફેણમાં રહ્યા ન હતા.
જયપુર :દિપક હુડા અને વિશાલની શાનદાર લડાયક રમત છતાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર રમાયેલી પ્રો કબડ્ડી લિગ સિઝન-7 (Pro Kabaddi League 2019) ની એક મેચમાં યજમાન જયપુર પિંક પેન્થર્સ અને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની મેચ જોરદાર રસાકસી બાદ 28-28થી ટાઈમાં પરિણમી હતી. દિપક હુડાએ 18 રેઈડમાં ચાર પોઈન્ટ, જ્યારે કે વિશાલે સાત ટેકલમાં નવ પોઈન્ટ મેળવીને ટીમ માટેની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં રેફરીના કેટલાક નિર્ણયો ગુજરાતની તરફેણમાં રહ્યા ન હતા.
આવતીકાલે 23 સપ્ટેમ્બરે અદભૂત ખગોળીય ઘટના બનશે, જેને તમે અનુભવી શકશો
આ મેચમાં જયપુરે ટોસ જીતને કોર્ટની પસંદગી કરી. પરંતુ પહેલો પોઈન્ટ ગુજરાતે સ્ટ્રાઈકર સચિનની રેઈડ દ્વારા મેળવ્યો હતો. જોકે, પ્રવાસી ટીમ તેના પ્રારંભિક જુસ્સાને જાળવી શકી ન હતી. એ પછી તેણે છ પોઈન્ટ સુધી તો જોરદાર ઝિંક ઝિલી હતી. ક્યારેક ગુજરાત તો ક્યારેક જયપુરની ટીમ સરસાઈ મેળવતી હતી. પરંતુ છેવટે હાફ ટાઈમે ગુજરાતની ટીમ 15-10થી પાછળ રહી ગઈ હતી. જોકે બીજા હાફમાં પ્રવાસી ગુજરાતની ટીમે જોરદાર વળતી લડત આપતાં યજમાન ટીમને વિજય માટે ખૂબ જ હંફાવી હતી.
આજે રવિવારે રાજ્યની તમામ RTO ઓફિસ ખુલ્લી, સાંજે આટલા વાગ્યા સુધી કરાવી શક્શો તમારા કામ
આ મેચ પહેલાં બંન્ને ટીમોના સુકાની વચ્ચે પ્રો કબડ્ડી લિગમાં સરખામણી કરીએ તો, 16 મેચમાં ગુજરાતના સુનીલ કુમારનો હાથ હેઠો રહ્યો છે. જયપુરના સંદીપ ધૂળેએ 57 ટેકલ પોઈન્ટ, જ્યારે કે સુનીલે 43 ટેકલ પોઈન્ટ મેળવ્યા છે. બંન્ને ટીમો આ મેચ પહેલાં 16-16 મેચ રમી હતી અને જયપુર સાતમા, જ્યારે ગુજરાત દસમા ક્રમે હતું. જયપુરના સાત વિજય, આઠ પરાજય અને એક ટાઈ સાથે 43 પોઈન્ટ હતા. ગુજરાતના પાંચ વિજય, દસ પરાજય અને એક ટાઈ સાથે 35 પોઈન્ટ હતા.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :