‘ફીર સે ગર્જેગા ગુજરાત’ ની ગર્જના સાથે જાયન્ટસનું ફરી આગમન, આ ખેલાડીઓનો થયો સમાવેશ
દેશ જેની પ્રેમપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યું છે તે જૂની રમત કબ્બડીની ગેમ ફરીથી રજૂ કરવા માટે અદાણી વિલ્મરની માલિકીની ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટસ (જીએફજી) આખરે ખેલાડીઓની યાદીને આખરી ઓપ આપીને મેદાનમાં આવી છે.
નવી દિલ્હી: દેશ જેની પ્રેમપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યું છે તે જૂની રમત કબ્બડીની ગેમ ફરીથી રજૂ કરવા માટે અદાણી વિલ્મરની માલિકીની ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટસ (જીએફજી) આખરે ખેલાડીઓની યાદીને આખરી ઓપ આપીને મેદાનમાં આવી છે.
વીવો પ્રો-કબ્બડી લીગની નવી સિઝન જુલાઈથી ઓક્ટોબર સુધી ચાલશે. એમાં ભારતના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી 12 ટીમમાં મજબૂત અને ચંચળ ખેલાડીઓ રજૂ કરાયા છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓનો સંપૂર્ણ સમન્વય કરીને જીએફજી આ રમતને યાદગાર બનાવવા મેદાનમાં ઉતરી છે.
કોચ મનપ્રીત સિંઘ જણાવે છે કે “ફાઇનલ સ્પર્ધાઓમાં બહાર નિકળી ગયા પછી અમે મજબૂત થઈને પુનરાગમન કરવા તૈયાર છે. રાઈટ કવર ડિફેન્ડર સુનિલ કુમારને હજુ ટીમના કેપ્ટન તરીકે રાખવામાં આવ્યા છે. આમ છતાં અમે ઈરાનના ખેલાડી અબોલફઝલ મઘસોડલુમહાલી અને બાંગ્લાદેશના ખેલાડી મોહંમદ સાઝીદ હુસેનનો ઉમેરો કરીને તેમને આવકારી રહયા છીએ.”
આ નિવેદનમાં ઉમેરો કરતાં નીલ ગુલિયાએ જે ખેલાડીઓ જાળવી રખાયા છે તેની માહિતી આપતાં જણાવ્યું હતું કે “ક્વોલિફાયર્સમાં યુપી યોધ્ધાના 31 પોઈન્ટ સામે 38 પોઈન્ટનો સ્કોર કરનાર ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટસે એક સીમાચિહન સ્થાપ્યું હતું અને તે બેંગ્લૂરૂ બુલ્સ સાથે સ્પર્ધા સાથે 33 પોઈન્ટસ સાથે બીજા ક્રમે આવ્યું હતું. આથી અમને એ પ્રકારે ટીમ તૈયાર કરવાનું જરૂરી જણાયું હતું કે પરિચિત હોય તેવા ખેલાડીઓનો રમતમાં સમાવેશ કરવો.
અમારા ઉત્તમ રેઈડર્સ સચિન તવર અને લલિત ચૌધરી તેમજ ઓલ રાઉન્ડર રોહિત ગુલિયાનો અમે સમાવેશ કર્યો છે. અમે એવી સ્થિતિ ઉભી કરી છે કે પરિણામો પછી અમે ટ્રોફી લઈને ઘરે આવીશું.” પ્રો-કબ્બડી લિગ સિઝન-7 માટે પસંદ કરાયેલા ખેલાડીઓની તાલિમ શિબિર શરૂ થઈ ગઈ છે.