નવી દિલ્હી: સિધ્ધાર્થ દેસાઈ અને આકાશ ચૌધરીની શાનદાર રમત છતાં પ્રો કબડ્ડી લિગ સિઝન-7ની લિગની અંતિમ મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે તેલુગુ ટાયટન્સ સામેની મેચમાં 48-38થી વિજય મેળવ્યો હતો. સિધ્ધાર્થે મેચમાં 17 રેઈડમાં 13 પોઈન્ટ જ્યારે આકાશે આઠ ટેકલમાં ત્રણ પોઈન્ટ મેળવ્યા હોવા છતાં પોતાની ટીમને વિજય અપાવી શક્યા નહતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચ પહેલાં ગુજરાત 12 ટીમની સ્પર્ધામાં 10મા અને તેલુગુ ટાઈટન્સ 11મા ક્રમે હતા. ગુજરાતના 22 મેચમાં છ વિજય, 13 પરાજય અને બે ટાઈ સાથે 46 પોઈન્ટ હતા જ્યારે તેલુગુના 20 મેચમાં પાંચ વિજય, 12 પરાજય અને ત્રણ ટાઈ સાથે 40 પોઈન્ટ હતા. ગુજરાતે આ મેચમાં વિજય મેળવ્યો હોવા છતાં તેની સ્થિતિમાં બહુ મોટો સુધારો થાય એવી શક્યતા ખૂબજ ઓછી છે.


મંજૂ રાની વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં


તેલુગુ ટાઈટન્સે આજે ટોસ જીતીને કોર્ટની પસંદગી કરી હતી. એમ તો બન્ને ટીમો વચ્ચે શરૂઆતથી જોરદાર લડત જોવા મળી હતી. પણ તેલુગુની ટીમે હાફ ટાઈમ સુધી દબદબો જાળવી રાખતા 21-13થી સરસાઈ મેળવી હતી. આ સિઝનમાં વિજય માટે સતત સંઘર્ષ કરી રહેલી ગુજરાતની ટીમે બીજા હાફમાં જોરદાર વળતી લડત આપવા સાથે મેચ પર કાબૂ મેળવી લીધો હતો. 


અંજ્કિય રહાણેએ શેર કરી પુત્રીની પ્રથમ તસવીર, સચિને આપી શુભેચ્છા


આ દરમિયાન ગુજરાતના મોરે જીબીએ સમગ્રતઃ 150 રેઈડ પોઈન્ટ પુરા કર્યા હતા. જ્યારે તેલુગુના સિધ્ધાર્થ દેસાઈએ આ સત્રમાં તેના 50 બોનસ પોઈન્ટ પુરા કર્યા હતા તથા આ સિઝનમાં કુલ 200 પોઈન્ટ પણ પુરા કરવાની સિધ્ધિ હાંસલ કરી હતી. એટલું જ નહીં તેણે આ સત્રમાં જ 150 ટચ પોઈન્ટની સિધ્ધિ પણ મેળવી હતી. આ ઉપરાંત તેલુગુના જ વિશાલ ભારદ્વાજે સમગ્રતઃ 200 પોઈન્ટ પુરા કર્યા હતા.


જુઓ Live TV:-