નવી દિલ્હીઃ તેલુગૂ ટાઈટન્સ અને યૂ મુંબા વચ્ચે મુકાબલાથી પ્રો કબડ્ડી લીગની સાતમી સિઝનનો પ્રારંભ શનિવારથી થશે. આ મુકાબલો હૈદરાબાદના ગાચીબાવલી ઈન્ડોર સ્ટેડિયમમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પર્ધાની માર્કી મેચ સાંજે થશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સનો મુકાબલો ત્રણ વખતની ચેમ્પિયન ટીમ પટના પાયરેટ્સ સામે આ સ્ટેડિયમમાં રમાશે. છેલ્લી 6 સિઝનની સફળતા બાદ આયોજકોએ આ વખતે નવા ફોર્મેટમાં આ લીગ કરાવવાનો નિર્ણય કર્યો છે. 


આ વખતે ફેન્સને તેની પસંદગીની ટીમ કોઈપણ વિપક્ષી ટીમ વિરુદ્ધ ડબલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં બે વખત રમતી જોવા મળશે. લીગની સાતમી સિઝન 20 જુલાઈથી 19 ઓક્ટોબર સુધી રમાશે જેમાં કુલ 72 મેચ હશે. 


ત્રણ મહિના ચાલનારી આ સિઝન દેશના 12 શહેરોમાં આયોજીત થશે, તેના મુકાબલા હૈદરાબાદ, પટના, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, બેંગલુરૂ, કોલકત્તા, પુણે, જયપુર, પંચકુલા અને ગ્રેટર નોઇડામાં રમાશે. પ્લેઓફની જગ્યા હાલ નક્કી કરવામાં આવી નથી. 


સાતમી સિઝનમાં પણ 12 ટીમ રમશે અને દરેક ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં 4-4 મેચ રમશે. 


સાતમી સિઝનમાં રમી રહી છે આ ટીમો
બંગાલ વોરિયર્સ
બેંગલુરૂ બુલ્સ (એક ટાઇટલ-2018)
દબંગ દિલ્હી કેપી
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ
દરિયાણા સ્ટીલર્સ
જયપુર પિંક પેંથર્સ (એક ટાઇટલ-2014)
પટના પાઇરેટ્સ (ત્રણ ટાઇટલ- જાન્યુરાઈ 2016, જૂન 2016 અને 2017)
પુણેલી પલ્ટન
તમિલ થલાઇવસ
તેલુગૂ ટાઇટન્સ
યૂ મુંબા (એક ટાઇટલ- 2015)
યૂપી યોદ્ધા

કોમનવેલ્થ ટેબલ ટેનિસઃ ભારતીય પુરૂષ અને મહિલા ટીમ ચેમ્પિયન 

વર્ષ 2018ની સિઝનમાં બેંગલુરૂ બુલ્સ પ્રથમવાર ચેમ્પિયન બન્યું, ત્યારે તેણે ફાઇનલમાં ગુજરાતને 38-33થી પરાજય આપ્યો હતો. ત્યારે સિઝનમાં 5 રેડરોએ 200 રેટ પોઈન્ટનો આંકડો પાર કર્યો, જે લીગના ઈતિહાસમાં પ્રથમવાર થયું હતું. તો ત્રણ ડિફેન્ડરોએ 80 ટેકલ પોઈન્ટ હાસિલ કર્યાં હતા. 


બેંગલુરૂ બુલ્સના ખેલાડી પવન કુમાર સહરાવત મોસ્ટ વૈલ્યૂએબલ પ્લેયર રહ્યો જેણે કુલ 282 પોઈન્ટ હાસિલ કર્યાં, જે સિઝનમાં સર્વશ્રેષ્ઠ રહ્યો હતો.