નવી દિલ્હી: પ્રો-કબડ્ડીની છઠ્ઠી સિઝન રવિવાર (7 ઓક્ટોબર)થી શરૂ થઇ રહી છે. સિઝન-6ની જે ટ્રોફી માટે 12 ટીમો 3 મહિના સુધી સંઘર્ષ કરવાની છે, તેને શુક્રવારે ચેન્નઇમાં લોંચ કરવામાં આવશે. આ અવસર પર લીગમાં ભાગ લઇ રહેલી 12 ટીમોના કેપ્ટન હાજર હતા. ચેન્નઇમાં યોજાનારા ઉદઘાટન સમારોહમાં બોલીવુડ સ્ટાર શ્રુતિ હસન અને ટોલીવુડ સ્ટાર વિજય સેતુપતિ પરફોર્મ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાનાના મોનૂ ગોયત સૌથી અમીર ખેલાડી
પ્રો-કબડ્ડી લીગની છઠ્ઠી સિઝન લગભગ ત્રણ મહિના સુધી ચાલશે. ફાઇનલ મુકાબલો આગામી 5 જાન્યુઆરીના રોજ મુંબઇમાં યોજાશે. તેના માટે પ્લે-ઓફના મુકાબલે કોચ્ચિમાં રમાશે. મેચોનું સીધુ પ્રસારણ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પર થશે. પ્રો કબડ્ડી લીગમાં પહેલીવાર પ્રો-કબડ્ડીમાં પહેલીવાર છ એવા ખેલાડીઓ ઉતરશે, જેમને એક કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. મોનૂ ગોયત લીગના સૌથી મોંઘા ખેલાડી ચે. તેમને હરિયાણા સ્ટીલર્સે 1.51 કરોડમાં ખરીદ્યા છે. 


દરેક ટીમમાં અડધાથી વધુ નવા ખેલાડી
પ્રો કબડ્ડી લીગની ટીમો આ વર્ષે બદલાયેલી જોવા મળશે. તેનું કારણ એ છે કે આ મોટાભાગની ટીમોએ પોતાના ખેલાડીઓને રીટેન કરવાના બદલે આ વર્ષે થયેલી હરાજીમાં નવા ખેલાડીઓ પર દાવ લગાવ્યો. મે મહિનામાં થયેલી હરાજીમાં પ્રથમ લીગની 12 ટીમોમાંથી ફક્ત 9 ટીમોએ 21 એલીટ ખેલાડીઓને રિટેન કર્યા હતા. એટલે કે ત્રણેય ટીમોએ તો પોતાની આખી ટીમ બદલી જ દીધી છે. તેમાં જયપુર પેથર્સની ટીમ સામેલ છે. બાકી ટીમોમાં પણ ઘણા ફેરફાર છે. 


3 વખત ચેમ્પિયન પટનાની કમાન પ્રદીપ સંભાળશે
લીગમાં પ્રથમવાર ચેમ્પિયન ટીમ પટના પાઇરેટ્સની કેપ્ટનશિપ નરવાલ સંભાળશે. બંગાળ વોરિયર્સના કેપ્ટન સુરજીત સિંહ, દબંગ દિલ્હીના કેપ્ટન જોગિંદર સિંહ નરવાલ, તમિલ થલાઇવાઝના કેપ્ટન અજય ઠાકુર, ગુજરાત ફોર્ચ્યૂન જાઇંટ્સના કેપ્ટન સુનીલ કુમાર હશે. હરિયાના સ્ટીલર્સે સુરેંદ્ર નડ્ડા અને જયપુર પેથર્સે અનૂપ કુમારને કેપ્ટનશિપ સોંપી છે. પુનેરી પલ્ટનના કેપ્ટન ગિરીશ એર્નાક, તેલુગૂ ટાઇટેંસના કેપ્ટન વિશાલ ભારદ્વાજ, યૂપી યોદ્ધાના કેપ્ટન ઋષાંક દેવાડિયા હશે. આ બધા ટ્રોફીના લોંચિંગ વખતે હાજર રહેશે. 


લાંબી સીઝનમાં ઇજાનો ખતરો ઓછો રહેશે: ઋષાંક
યૂપી યોદ્ધાના કેપ્ટન ઋષાંક દેવાડિયાએ કહ્યું કે 'પહેલાની સિઝન નાની હતી. થોડા અંતરે વધુ મેચ રમવાથી ઇજાનો વધુ ખતરો રહે છે. હવે મેચો વચ્ચે વધુ અંતર હશે. તેનાથી ખેલાડીઓને ઇજા પહોંચવાનો ખતરો ઓછો થઇ જશે. લાંબા ફોર્મેટના લીધે ખેલાડીઓની પોતાની ફિટનેસ પર વધુ કામ કરવું પડશે.'


પટના, જયપુર અને મુંબઇની ટીમો બની ચૂકી છે ચેમ્પિયન
પ્રો-કબડ્ડી લીગની આ છઠ્ઠી સિરિઝ છે. અત્યાર સુધી પાંચ સિરિઝોમાંથી પટના પાયરેટ્સે જીતી છે. તેણે પહેલાં જાન્યુઆરી 2016માં જીતી હતી. ત્યારબાદ જૂન 2016 અને 2017માં પોતાનો ખિતાબ યથાવત રાખો. સિઝન-1નો ખિતાબ 2014માં જયપુર પિંક પેથર્સે જીત્યો હતો. વર્ષ 2015માં યૂ મુંબા ચેમ્પિયન બન્યો હતો.