નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2018ના જેટલા મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાના હતા તે હવે બીજા સ્થાને શિફ્ટ કરવામાં આવશે. આ જાણકારી ન્યૂજ એજન્સી એએનઆઈના સૂત્રોને મળી છે. હજુ સુધી મેચનાં સ્થાનનું નક્કી થયું નથી. મહત્વનું છે કે કાવેરી નદીના પાણીની વહેંચણીનો વિરોધ થઈ રહ્યો છે, આ કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સીઝનમાં ચિદમ્બરમ સ્ટેડિયમમાં કુલ 7 મેચ રમાવાની હતી, જેમાં અત્યાર સુધી માત્ર એક મેચ રમાઇ છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


થયો હતો વિરોધ
મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ દરમિયાન વિરોધ પ્રદર્શન થયું હતું. સ્ટેડિયમની બહાર સતત પ્રદર્શન ચાલુ હતું. તેની સાથે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છતા વિરોધ કરી રહેલા કેટલાક લોકો સ્ટેડિયમની અંદર સુધી પહોંચી ગયા હતા. તેઓએ મેદાનમાં જોડા પણ ફેંક્યા હતા. આ જોડું ફિલ્ડિંગ કરી રહેલા ચેન્નઈના ખેલાડી રવિન્દ્ર જાડેજા તરફ ગયું હતું. જેણે કિક મારીને મેદાનની બહાર કર્યું હતું. સ્ટેડિયમની બહાર મેચની ટિકિટ અને ચેન્નઈની ટીશર્ટ સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. 



શું છે મામલો
સુપ્રીમ કોર્ટે કાવેરી નદીના પાણીની વહેંચણીમાં તમિલનાડુના ભાગમાં પાણી ઘટાડી દીધું અને કર્ણાટકનો ભાગ વધારી દીધો. આ સિવાય કાવેરી જળ વહેંચણી બોર્ડની રચના કરવામાં આવી નથી. આ તમામ વાતોને લઈને તમિલનાડુમાં વિરોધ પ્રદર્શન જારી છે. તેના પર તમિલનાડુમાં વિપક્ષમાં બેઠેલા પક્ષો મળીને વિરોધ કરી રહ્યાં છે.