નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના મહામારી (PCB) નો માર અત્યાર સુધી ખતમ થયો નથી. આ જીવલેણ વાયરસથી લોકો બચાવ કર્યા બાદ કોઈ આયોજન પર ધ્યાન આપી રહ્યાં છે. પાકિસ્તાને કોરોના કાળમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) નું આયોજન કર્યું અને તેનાથી ઘણા ખેલાડીઓ મુશ્કેલમાં મુકાયા છે. ભારતમાં ઈન્ડિનય પ્રીમિયર લીગ જોઈને શરૂ કરવામાં આવેલી પાકિસ્તાન સુપર લીગ ટૂર્નામેન્ટને કોરોનાને કારણે અધવચ્ચે સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી કે કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે ટૂર્નામેન્ટની છઠ્ઠી સીઝનને તત્કાલ રોકવામાં આવી રહી છે. ટૂર્નામેન્ટના આયોજન પર વાત કરતા કહેવામાં આવ્યું, 'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના માલિકોની સાથે બેઠક કર્યા બાદ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને તેની સાથે જોડાયેલા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તત્કાલ પીએસએલની છઠ્ઠી સીઝન સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.'


આ પણ વાંચોઃ IND vs ENG: વિશ્વના મોટા સ્ટેડિયમમાં પ્રથમ દિવસે દર્શકોની પાંખી હાજરી, GCA ચિંતામાં


બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે, ટૂર્નામેન્ટ રમનાર બધી ટીમોના ખેલાડીઓ માટે સુરક્ષિત પેસેજનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. બધા માટે નિયમિત સમયે કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય વેક્સિન અને કોરોના સંક્રમિત લોકો માટે આઇસોલેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 


ગુરૂવારે સવારે ટૂર્નામેન્ટના આયોજક તરફથી પુષ્ટિ કરવામાં આવી કે બે અલગ ટીમોના વધુ ત્રણ ખેલાડીઓ સંક્રમિત થયા છે. જેમાં ઈંગ્લેન્ડનો ખેલાડી ટોમ બેન્ટન પણ સંક્રમિત થયો છે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ ટૂર્નામેન્ટને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube