કચારીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના મેચ લાહોરથી કરાચી ખસેડવા માટે મજબૂર થવું પડ્યું છે. મહત્વનું છે કે, પ્રસારણકર્તાએ લાહોર એરપોર્ટ બંધ હોવાને કારણે ઉપકરણો લઈ જવામાં સમસ્યાનો સામનો કરવાની ફરિયાદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડના એક અધિકારીએ સમર્થન આપ્યું કે, લાહોરમાં રમાનારી ત્રણ મેચ હવે સાત માર્ચથી કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. અધિકારીએ કહ્યું, સમસ્યા છે કે લાહોર એરપોર્ટ બંધ હોવાને કારણે પ્રસારણકર્તા માટે તે સંભવ નથી કે તે 15000 ટનના ઉપકરણ લાહોરમાં લાવીને મેચોનું પ્રસારણ કરી શકે. 


ભારતની સાથે વધતા તણાવને કારણે પાકિસ્તાન સરકારે પોતાના વાયુક્ષેત્રને ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે બંધ કરી દીધો છે. પરંતુ વડાપ્રધાન ઇમરાન ખાને શનિવારે યાત્રિકોની મુશ્કેલી ઓછી કરવા માટે કરાચી અને ઇસ્લામાબાદના એરપોર્ટને કોમર્શિયલ ઉડાનો માટે પુનઃ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.