નવી દિલ્હીઃ મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 31 વર્ષીય આ ટોપ ઓડર બેટરને ટીમે કેએલ રાહુલનો ઉત્તરાધિકારી જાહેર કર્યો છે. અગ્રવાલ 2018થી ફ્રેન્ચાઇઝી સાથે છે. રાહુલ આ સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ સાથે જોડાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મયંક અગ્રવાલ આ પહેલાં ટીમનો વાઇસ કેપ્ટન હતો. પાછલી સીઝનમાં રાહુલની ગેરહાજરીમાં તેણે કેટલાક સમય માટે ટીમની કમાન સંભાળી હતી. વર્ષ 2022ની હરાજી પહેલાં પંજાબે ટીમના બે ખેલાડીઓને રિટેન કર્યા હતા. અગ્રવાલ સિવાય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટીમની સાથે બનાવી રાખવાનો નિર્ણય કર્યો હતો. તેની નિમણૂક પર ટીમના મુખ્ય કોચ અનિલ કુંબલેએ કહ્યુ, મયંક વર્ષ 2018થી ટીમ અને લીડરશિપ ગ્રુપનો મહત્વનો ભાગ છે. હાલમાં સમાપ્ત થયેલી હરાજીમાં અમે આકર્ષક યુવા પ્રતિભાઓ અને અનુભવી ખેલાડીઓને પસંદ કર્યા છે. 


આ પણ વાંચોઃ વેંકટેશને પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો બોલ, દર્દથી કણસતો રહ્યો; સોશિયલ મીડિયામાં VIDEO વાયરલ


કુંબલેએ કહ્યુ- અમે મયંક અગ્રવાલની સાથે ભવિષ્ય માટે ટીમનો એક મજબૂત આધાર બનાવવા ઈચ્છીએ છીએ. તેમાં કેપ્ટન બનાવવા માટે તમામ જરૂરી ગુણ છે, તે મહેનતી છે, ઉત્સાહી છે, એક ટીમ પ્લેયર છે. હું તેને કેપ્ટન બનાવ્યા બાદ તેની સાથે કામ કરવા ઉત્સાહી છું. મને પૂરો વિશ્વાસ છે કે તે ટીમને એક સફળતા ભર્યા સફરમાં લઈ જશે. 


મયંકે વર્ષ 2011માં આઈપીએલમાં પર્દાપણ કર્યું હતું. તેણે અત્યાર સુધી 100 મુકાબલા રમ્યા છે. તેને સત્તાવાર રીતે પ્રથમવાર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પોતાના પ્રમોશન પર તેણે કહ્યુ, 'હું વર્ષ 2018થી પંજાબ કિંગ્સ સાથે છું અને આ શાનદાર ટીમનું પ્રતિનિધિત્વ કરી હું ખુદને નસીબદાર માનુ છું. ટીમની આગેવાની મળવા પર મને ખુશી છે. હું આ જવાબદારીની ઇમાનદારીની સાથે નિભાવીશ, પરંતુ આ સાથે મને વિશ્વાસ છે કે પંજાબ કિંગ્સની પાસે જે પ્રકારની પ્રતિભા છે, તેનાથી મારૂ કામ સરળ થઈ જશે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube