ચંદીગઢઃ પંજાબના લુધિયાણા જિલ્લાના ગામ ચકરની સિમરનજીત કૌરે ઈન્ડોનેશિયાના શહેર લાબૂઆન બાજૂમાં સંપન્ને થયેલા 23મા પ્રેસિડેન્ટ કપ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની બોક્સિંગ ટીમે આ ટૂર્નામેન્ટમાં કુલ સાત ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા છે, જેમાંથી ચાર મહિલા બોક્સરોને મેડલ મળ્યા છે. પંજાબની સિમરનજીત કૌર સિવાય ઓલિમ્પિક મેડલ વિજેતા એમસી મેરીકોમ, જમુના બોરો અને મોનિકાએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબના રમત અને યુવા સેવાઓ તથા પ્રવાસી ભારતીય મામલા સંબંધી પ્રધાન રાણા ગુરમીત સિંહ સોઢીએ ચકર ગામની સમરનજીત કૌરની આ શાનદાર સિદ્ધિ પર શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે, ચકર ગામની યુવતીઓએ બોક્સિંગમાં દેશ-વિદેશમાં નામના મેળવી છે. તેમણે કહ્યું, 'સિમરનજીત કૌરે પાછલા વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો અને હવે તેણે પ્રેસિડેન્ટ કપમાં ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.'

નવા કોચ પર બોલ્યો કેપ્ટન કોહલી- રવિ ભાઈ ફરી કોચ બને તો ખુશી થશે


આ પહેલા કૌરે બેંગકોકમાં રમાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને હવે પ્રેસિડેન્ટ કપ ફાઇનલમાં એશિયન રમતની વિજેતા યજમાન ઈન્ડોનેશિયાની બોક્સર હસાનાહ હુસવાતુનને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.