ફુઝોઉ (ચીન): ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને એચએસ પ્રણોય મંગળવારે અહીં જારી ચીન ઓપનમાં પોત-પોતાના વર્ગનો મુકાબલો હારીને ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા છે. ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં વર્લ્ડ રેન્કિંગમાં 42મા સ્થાન પર રહેલી ચીની તાઈપેની પાઈ યૂ પોએ સિંધુને એક રોમાંચક મુકાબલામાં 21-13, 18-21, 21-19થી પરાજય આપ્યો હતો. ત્રણ ગેમ સુધી ચાલેલા આ મુકાબલામાં વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાન પર રહેલી સિંધુને પરાજય આપવા માટે ચીની તાઈપેની ખેલાડીને 74 મિનિટનો સમય લાગ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંધુ આ પહેલા કોરિયા અને ડેનમાર્ક ઓપનમાં પણ ખરાબ પ્રદર્શન કરીને બહાર થઈ ગઈ હતી. આ વર્ષે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં રમાયેલી વિશ્વ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યા બાદ તેનું પ્રદર્શન કથળી ગયું છે. બીજી તરફ પુરૂષ સિંગલ વર્ગના પ્રથમ રાઉન્ડમાં ભારતનો પ્રણોય પણ હારીને બહાર થઈ ગયો છે. ડેનમાર્કના રાસમુસ ગેમકેએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરનાર પ્રણોયને સીઝી ગેમોમાં 21-17, 21-18થી પરાજય આપ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ પ્રણોય પણ સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. a

જુઓ Live TV