વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ ચેન યૂ ફેને હરાવી સિંધુ સતત ત્રીજા વર્ષે ફાઇનલમાં
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ચીનની ચેન યૂ ફેને હરાવીને સતત ત્રીજા વર્ષે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સિંધુએ આ મેચ આશરે 40 મિનિટમાં પોતાના નામે કરી હતી.
સ્વિટ્ઝર્લેન્ડઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019ની મહિલા સિંગલ્સના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઇનલમાં તેણે ચેનની ચે યૂ ફેને 21-7, 21-14થી પરાજય આપ્યો હતો. તે સતત ત્રીજા વર્ષે આ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી છે. આ સાથે સિંધુએ આ ખેલાડી વિરુદ્ધ પોતાનો રેકોર્ડ 6-3 કરી લીધો છે.
રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ સિંધુએ પ્રથમ ગેમથી ચીની ખેલાડી પર દબાવ બનાવીને રાખ્યો હતો. સિંધુએ માત્ર 15 મિનિટમાં પ્રથમ ગેમ પોતાના નામે કરી હતી. તેણે 8-3થી લીડ મેળવી. પ્રથમ ગેમમાં બ્રેક સુધી તે યૂ ફે કે વિરુદ્ધ 11-3થી આગળ હતી. સિંધુએ ત્યારબાદ વધુ ત્રણ પોઈન્ટ જીત્યા. તે સતત છ પોઈન્ટ જીતીને 14-3થી આગળ હતી. ત્યારબાદ યૂ ફેએ એક પોઈન્ટ જીતીને આ સિલસિલા પર થોડી બ્રેક લગાવી હતી. પરંતુ સિંધુએ તેને વાપસીની તક ન આપી અને 21-7થી ગેમ પોતાના નામે કરી લીધી હતી.
ફાઇનલમાં તેનો મુકાબલો ઇન્ડોનેશિયાની ઇંતાનોન રતચાનોક અને જાપાનની નાઝોમી ઓકુહારા વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે થશે.
બીજી ગેમમાં યૂ ફેએ થોડો સંઘર્ષ કર્યો. બીજી ગેમમાં સિંધુ જ્યારે 9-4થી આગળ ચાલી રહી હતી ત્યારે યૂ ફેએ મેચમાં પ્રથમવાર સતત બે પોઈન્ટ જીત્યા. સિંધુ બીજી ગેમમાં બ્રેકમાં 11-7થી આગળ હતી. ત્યારબાદ સિંધુએ મેચ પર પોતાની પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું હતું. સિંધુએ સારી કોર્ટ કવર કરી અને કેટલાક સ્માર્ટ શોટ લીવ કર્યાં.
સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચીની તાઇપેની તાઈ ઝૂ યિંગને હરાવીને આ ટૂર્નામેન્ટમાં પોતાનો પાંચમો મેડલ પાક્કો કર્યો હતો. સિંધુએ આ ટૂર્નામેન્ટની છેલ્લી બે સિઝનમાં સિલ્વર મેડલ જીત્યા હતા. આ પહેલા તેણે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. તેણે વર્લ્ડ નંબર 2 જૂ યિંગને 12-21, 23-21, 21-19થી 71 મિનિટ ચાલેલા મુકાબલામાં માત આપી હતી.