જકાર્તાઃ ઓલમ્પિક સિલ્વર મેડાલિસ્ટ પી વી સિંધુ નવા સત્રમાં પોતાના અભિયાનનો પ્રારંભ મંગળવારથી અહીં શરૂ થઈ રહેલા ઈન્ડોનેશિયા માસ્ટર્સના માધ્મયથી કરશે. જ્યારે સાઇના નેહવાલ અને કિદાંબી શ્રીકાંત પોતાની લય બરકરાર રાખવાના ઈરાદાથી ઉતરશે. બીજી વરીયતા પ્રાપ્ત સિંધુએ ગત વર્ષે રાષ્ટ્રમંડળ ગેમ્સ અને વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યા બાદ વિશ્વ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ જીત્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રીમિયર બેડમિન્ટ લીગ રમ્યા બાદ તેણે ગત સપ્તાહે મલેશિયા માસ્ટર્સમાં ભાગ ન લીધો. હવે  તે પોતાના અભિયાનનો પ્રારંભ પૂર્વ ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ ચીનની લિ શુરૂઈ વિરુદ્ધ બુધવારે કરશે. 


બીજીતરફ મલેશિયા માસ્ટર્સમાં સેમીફાઇનલ સુધી પહોંચેલી સાઇનાનો સામનો પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયર સામે થશે.  ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો જાપાનની અકાને યામાગુચી સામે થઈ શકે છે. મલેશિયામાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચેલા શ્રીકંત પ્રથમ મેચમાં મલેશિયાના લિયુ ડોરેન સામે રમશે. 


AUS OPEN: સેરેના 50મી વખત કોઈપણ ગ્રાન્ડસ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં, નંબર-1 હાલેપને હરાવી 


ભારતના સમીર વર્મા, બી સાઈ પ્રણીત અને એચ એસ પ્રણોય પણ આ ટૂર્નામેન્ટમાં રમશે. સમીરે ગત સિઝનમાં સ્વિસ ઓપન, હૈદરાબાદ ઓપન અને સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી હતી. તેણે વર્લ્ડ ટૂર ફાઇનલ્સ માટે ક્વોલિફાઇ કરી સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. પ્રણીત માટે ગત વર્ષ ખરાબ રહ્યું પરંતુ પીબીએલમાં તેણે લય હાસિલ કરી હતી. 


ઓલમ્પિક 2020 ક્વોલિફિકેશન એપ્રિલથી શરૂ થવાનું છે, જેથી તમામની નજર સારા પ્રદર્શન પર હશે. સમીરનો સામનો પ્રથમ રાઉન્ડમાં લિન ડૈન સામે થશે જ્યારે પ્રણીત ઓલમ્પિક ચેમ્પિયન ચેન લોંગ સામે રમશે. પ્રણોયનો સામનો ચીની તાઇપેના ચોઉ તિયને ચેન સામે થશે. પુરૂષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો મનુ અત્રી અને બી સુમીત રેડ્ડી સામે થશે. 


ICC ટ્વીટર હેન્ડલના કવર પેજ પર ધોની, ફેન્સ થયા ખુશ

મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની ટક્કર થાઈલેન્ડની જોંગકોલપાન કે અને રવિંડા પ્રોઝોંગજઈ સામે થશે. મિક્સ્ડ ડબલ્સમાં પ્રણવ જૈરી ચોપડા અને સિક્કીનો સામનો ઈન્ડોનેશિયાના ટી અહમદ અને લિલયાના એન સામે થશે.