મુંબઈઃ અભિનેતા રણવીર સિંહે ભારતીય બેડમિન્ટ ખેલાડી પી.વી. સિંધુ સાથે મુલાકાતને ફેન મૂમેન્ટ ગણાવતા કહ્યું તે, તેમને તેનો ઉત્સાહ ભર્યો અંદાજ ખુબ પસંદ છે. રણવીરે મંગળવારે ફોર્બ્સ ઈન્ડિયા ટાઇકૂન ઓફ ટૂમોરો ઈવેન્ટમાં સિંધુ સાથે મુલાકાત કરી અને તેને યુવા આઇકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સિંધુએ અભિનેતા સાથે પોતાની એક તસ્વીર શેર લરતા લખ્યું. અંતે અમે મળ્યા. આ ખુબ શાનદાર અને ખરેખર ફેન મૂમેન્ટ હતી. હું તમને સફળતા માટે શુભેચ્છા અને ભવિષ્યના પ્રયાશો માટે શુભકામનાઓ આપુ છું. હું તમને રણવીર સિંહની જગ્યાએ રોકસ્ટાર કહીશ. 


મારા માટે પણ એક ફેન મૂમેન્ટ હતી
તેના પર રણવીરે પ્રતિક્રિયા આપતા કહ્યું, હાં, અંતે ખરેખર ખુશીની ક્ષણ હતી અને મારા માટે પણ એક ફેન મૂમેન્ટ હતી. તમે અમને બધાને ગૌરવ અપાવ્યું છે. ચેમ્પ, તમારો ઉત્સાહ પસંદ છે. તું હંમેશા ચમકતી રહે. રણવીર આ દિવસોમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટીની સિમ્બાની શૂટિંગમાં વ્યસ્ત છે. તેમાં સેફ અલી ખાનની પુત્રી સારા પણ મહત્વની ભૂમિકામાં છે.