નાનજિંગ (ચીન): ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ શુક્રવારે રોમાંચક મેચમાં જાપાનની નોજોમી ઓકુહારાને  21-17, 21-19થી હરાવીને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલી સિંધુ અને ઓકુહારા વચ્ચે આ મેચ 58 મિનિટ ચાલ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલમાં સિંધુનો ઓકુહારા સામે પરાજય થયો હતો, પરંતુ આ વખતે તે જીતવામાં સફળ રહી. સિંધુએ વર્ષ 2013 અને 2014માં આ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. 


વર્લ્ડ નંબર-7 ઓકુહારાએ સિંદુને પ્રથમ ગેમમાં શાનદાર ટક્કર આપી, એક સમયે સ્કોર 8-8થી બરોબર હતો પરંતુ ભારતીય ખેલાડીએ આક્રમકતા દેખાડી અને ગેમને 21-17થી પોતાના નામે કરી લીધી. 


બીજી ગેમમાં ઓકુહારાએ દમદાર શરૂઆત કરી અને 4-0ની લીડ મેળવી લીધી. આ વખતે પણ સિંધુએ શાનદાર વાપસી કરી અને સ્કોર 12-12થી બરોબર કરી લીધો. 
ત્યારબાદ બંન્ને ખેલાડીઓએ ગેમમાં ઘણીવાર લીડ મેળવી પરંતુ અંતિમ ક્ષણોમાં સિંધુએ 21-19થી જીત મેળવી. સેમીફાઇનલમાં સિંધુની ટક્કર શનિવારે જાપાનની અકાને યામાગુચી સાથે થશે.