હૈદરાબાદઃ ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ મીટૂ અભિયાન અને મહિલાઓના સન્માન વિશે વાતચીત કરતા કહ્યું કે, મહિલાઓએ પોતાના ઉપર થયેલા શોષણ વિશે ખુલીને વાત કરવી જોઈએ અને તેમાં શરમની કોઈ વાત નથી. સિંધુ સોરોઓપ્ટમિસ્ટ ઇન્ટરનેશનલની સાથે હૈદરાબાદ સિટી પોલીસના એક કાર્યક્રમ શાઉટ  “SH(OUT)”ના ઉદ્ઘાટનના અવસરે બોલી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંધુએ કહ્યું કે મીટૂ અભિયાન લોકોની માનસિકતામાં ઘણો ફેરફાર થયો છે. આ અભિયાને મહિલાઓ અને પુરૂષોને સમાજ પ્રત્યે તેની જવાબદારી પ્રત્યે શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સિંધુએ હૈદરાબાદ પોલીસ અને સોરોઓપ્ટમિસ્ટ ઇન્ટરનેશનલના કાર્યસ્થળ પર મહિલાઓ વિરુદ્ધ યૌન શોષણ નિવારણ કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. 


મહિલાઓએ મજબૂત થવાની જરૂર
સિંધુએ કહ્યું, મહિલાઓએ મજબૂત થવું જોઈએ અને પોતા પર વિશ્વાસ કરવો જોઈએ. તેણે સામે આવીને તે શોષણ વિશે વાત કરવી જોઈએ જેનો તે સામનો કરે છે. આ વિશે શરમ રાખવાની કોઈ જરૂર નથી, પરંતુ આપણે ગર્વ થવો જોઈએ કે અમે મજબૂત છીએ અને આગળ આવી રહ્યાં છીએ. તેણે કહ્યું, દેશની બહાર સફર કરતા મેં જોયું છે કે મહિલાઓ પ્રત્યે ઘણું સન્માન છે. હું ખુશ છું કે બીજા દેશોમાં મહિલાઓનું સન્માન થાય છે. ભારતમાં લોકો કહે છે કે મહિલાઓનું સન્માન કરવું જોઈે, પરંતુ વાસ્તવમાં તેને અમલમાં લાવે તેવા લોકો ઓછા છે. 


ધોની-ચહલને પ્રાઇઝ મનીમાં મળ્યા 35-35 હજાર રૂપિયા, ગાવસ્કરે કહ્યું આ શર્મજનક


પરંતુ સિંધુએ સ્વીકાર્યું કે, હવે ભારતીય સમાજમાં પણ પરિવર્તન આવી ગયું છે. તેણે કહ્યું, પહેલા તે માનવામાં આવતું હતું કે, મહિલાઓએ કામ ન કરવું જોઈએ અને તેણે ઘરમાં રહેવું જોઈએ. પરંતુ હવે સમાજમાં ફેરફાર થયો છે. કહેવામાં આવે છે કે પુરૂષ અને મહિલાઓ સમાન છે. મને લાગે છે કે મહિલાઓએ મજબૂત થવાની જરૂર છે.