ઝી બ્યૂરો, અમદાવાદઃ બેડમિન્ટન સ્ટાર PV Sindhu Olympic ગોલ્ડ મેડલથી માત્ર બે ડગલાં દૂર છે. આજે રમાયેલી કર્વાટર ફાઈનલમાં શાનદાર રમત દર્શાવીને જાપાની ખેલાડી યામાગુચીને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી છે પીવી સિંધુ. આ સાથે પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એક મેડલ પાક્કો કરી દીધો છે. સિંધુ આ ઓલિમ્પિકમાં શરૂઆતથી જ જબરદસ્ત આત્મ વિશ્વાસ સાથે રમત રમતી દેખાઈ રહી છે. એ જ કારણછેકે, પ્રતિસ્પર્ધી તેની સામે ખુબ ઝડપથી પરાસ્ત થઈ જાય છે. ક્વાર્ટર ફાઇનલમાં 21-13, 22-20 થી પીવી સિંધુએ જીત હાંસલ કરી છે. સિંધુ ડિફેંસ અને અટૈક બન્નેમાં માસ્ટરક્લાસ બતાવી રહી છે.
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


56 મિનિટ સુધી ચાલી હતી કાંટાની ટક્કરઃ
સિંધુએ યામાગુચીને સીધી ગેમમાં 21-13, 22-20થી માત આપી છે. કાંટાની આ ટક્કર 56 મિનટ સુધી ચાલી હતી. સિંધુ એ આ મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મુકાબલો ત્રીજી ગેમ સુધી ચાલશે. પરંતુ ભારતીય સ્ટારે પોતાની આગવી રમત દાખવીને પહેલા બરાબરી કરી પછી તાકાતવર સ્મેશથી મુકાબલો પોતાના નામે કર્યો હતો. સિંધુ હવે મેડલથી એક જીત દૂર છે. આ પહેલા એક તરફા પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને સીધી ગેમમાં હરાવીને પીવી સિંધુએ અંતિમ આઠમાં જગ્યા બનાવી લીધી હતી. આમ ઓલિમ્પિકમાં પીવી સિંધુની પક્કડ શરૂઆતથી જ રહી હતી. બેડમિન્ટનના રસીકો જેવી મેચ જોવા ઈચ્છતા હતા તેવી જ મેચ યોજાઈ હતી. ભારતની સ્ટાર શટલરની દમદાર રમત અને જાપાની ખેલાડીનો વળતો પ્રહાર જોવા મળ્યો હતો. અને અંતે ભારતની સ્ટારે આ મેચ જીતીને હવે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.


પીવી સિંધુએ શરૂઆતથી જ મેચમાં જ જોરદાર પક્કડ રાખી હતી. અને જાપાની ખેલાડી માટે મુશ્કેલી વધારી દીધી હતી. તેણે 21-13થી પ્રથમ ગેમ પેતાના નામે કરી હતી. આ ગેમ 23 મિનિટ સુધી ચાલી હતી. સિંધુ આ ગેમમાં 1-0થી આગળ વધી ગઈ હતી. સિંધુનો ડિફેન્સ અને એટેક માસ્ટર ક્લાસ રહ્યો હતો. એક બે રેલીઓ છોડીને જાપાની ખેલાડી માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી.


પુસરલા વેંકટ સિંધુ ભારતીય બેડમિન્ટન ખેલાડી:
પુસરલા વેંકટ સિંધુ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. 21 સપ્ટેમ્બર 2012 ના રોજ પ્રસિદ્ધ થયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની યાદી પ્રમાણે તેણી ટોચની 20 ખેલાડીઓમાં હતી. સિંધુ બેડમિન્ટન ઇતિહાસની પ્રથમ મહિલા ખેલાડી જેણે સતત ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થમાં મેડલ જીત્યા છે. 10 ઓગસ્ટ 2013 ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી. 30 માર્ચ 2015 ના દિવસે તેણીને ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો.


પીવી સિંધુ ભારતને અપાવશે ગોલ્ડ મેડલઃ
ભારતને સૌથી મોટી આશા ગોલ્ડ મેડલની આ બેડમિન્ટન ખેલાડી પીવી સંધુ પાસેથી છે. બેડમિન્ટમાં મેડલ મેળવવા માટે સૌથી પ્રબળ દાવેદાર પીવી સિન્ધુ છે. રિયો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી સિન્ધુ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. સિન્ધુ ટોક્યો ઓલિમ્પિકમાં જનારી એકમાત્ર મહિલા શટલર છે. તેમના માટે ગયું વર્ષ કઈ સારું નથી રહ્યું. તે કેટલીક ટૂર્નામેન્ટમાં શરૂઆતી રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ હતી. જોકે માર્ચમાં તે સ્વિસ ઓપનના ફાઈનલમાં પહોંચી હતી. સિન્ધુને મોટી મેચોની પ્લેયર માનવામાં આવે છે. ત્યારે, આ વખતે તેમની પાસેથી ઓલિમ્પિક ગોલ્ડની આશા પુરી થઈ શકે છે.


પુસારલા વેંકટા સિંધુ 21મી સદીની સૌથી પ્રખ્યાત ભારતીય બેડમિંટન સ્ટાર છે. ઓલમ્પિકમાં PV Sindhu સિલ્વર મેડલ જીતનાર અને બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે, 21 મી સદીમાં ભારતીય બેડમિંટનની વાત આવે ત્યારે વર્લ્ડ ચેમ્પિયન એક વર્ગમાં હોય છે. સાથી બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલ અને બોક્સર મેરી કોમની સાથે તે ભારતમાં રમતગમતની મહિલાઓ માટે એક ચમકતી સ્ટાર છે. હાલમાં વિશ્વના સાતમા ક્રમે છે, શટલર પીવી સિંધુ બેકમિંટનમાં ભારતની સૌથી મોટી આશા બની રહી છે કારણ કે રાષ્ટ્ર ટોક્યો 2020માં ભારતને તેની પાસે મોટી આશાઓ છે.