Tokyo Olympics: પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ, રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત અન્ય લોકોએ પાઠવ્યા અભિનંદન
ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે
નવી દિલ્હી: ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. તેણે શરૂઆતથી જ આ મેચ પર પ્રભુત્વ જમાવ્યું અને દેશ માટે મેડલ જીત્યો. તેની સફળતા માટે લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય લોકોએ સિંધુને અભિનંદન પાઠવ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું, 'પીવી સિંધુ બે ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. તેમણે સાતત્ય, સમર્પણ અને શ્રેષ્ઠતાનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ભારતને ગૌરવ અપાવવા બદલ તેમને હાર્દિક અભિનંદન.
Tokyo Olympics: પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો, ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "પીવી સિંધુના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી અમે બધા ઉત્સાહિત છીએ. ટોક્યો 2020 માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. તે ભારતનું ગૌરવ છે અને આપણા સૌથી ઉત્કૃષ્ટ ઓલિમ્પિયનોમાંથી એક છે.
ગ્રેટ બ્રિટનને હરાવી ભારતીય હોકી ટીમ 41 વર્ષ બાદ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પહોંચી
રમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું, 'ધમાકેદર જીત પીવી સિંધુ. તમે રમત પર પ્રભુત્વ મેળવ્યું અને ઇતિહાસ રચ્યો. બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા બન્યા. ભારતને તમારા પર ખૂબ જ ગર્વ છે અને તમારા પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. તમે કરી બતાવ્યું.'
Amit Shah ની યુપી મુલાકાતનો ખાસ રાજકીય સંદેશ, BJP એ તૈયાર કરી છે 'બ્લુ પ્રિન્ટ'
કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, 'ભારતે ટોક્યો 2020 માં ત્રીજો ઓલિમ્પિક મેડલ જીત્યો. પીવી સિંધુ તમારા પર બ્રોન્ઝ, બીજો ઓલિમ્પિક મેડલ જીતવા અને ભારતને ગૌરવ અપાવવા પર ખૂબ ગર્વ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube