દોહા: કતરના ઓલમ્પિક 2032 અને પેરામ્લિક રમતોની મેજબાની કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC)ને એક પત્ર લખીને તેની જાણકારી આપી છે. પ્રાકૃતિક ગેસ ભંડાર માટે જાણિતા ખાડી દેશનો પ્રયત્ન દુનિયાના સૌથી મોટા રમતોને પહેલીવાર પશ્વિમ-એશિયામાં કરવાનો છે. કતર 2020માં ફીફા વર્લ્ડ કપની મેજબાની કરશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કતર ઓલમ્પિક સમિતિના અધ્યક્ષ શેખ જોઆન બિન હમદ બિન ખલીફા અલ-થાનીએ એક નિવેદનમાં કહ્યું કે 'આજની જાહેરાત સાથે જ આઇઓસીની ભવિષ્યની મેજબાની આયોગ સાથે સાર્થક વાતચીત શરૂ કરી થઇ. આ પહેલાં પણ ખબર પડશે કે ઓલમ્પિક રમત કતરના દીર્ધકાલિક વિકાસ કાર્યોનું સમર્થન કેવી રીતે કરી શકે છે.


તેમણે કહ્યું કે ''ઘણા વર્ષો સુધી આપણા દેશના વિકાસમાં રમતનું મોટું  યોગદાન રહ્યું છે. આ શાંતિ અને સાંસ્કૃતિના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે રમતનો ઉપયોગ કરવાની ઇચ્છાને દર્શાવે છે. આપણા પહેલાંના સારા રેકોર્ડ અને અનુભવ આયોગ સાથે આપણી ચર્ચાના આધારે બનશે.'


ઓલમ્પિક આયોજન સામાન્ય રીતે જુલાઇ-ઓગસ્ટના મહિનામાં થાય છે પરંતુ આ સિઝનમાં કતરમાં ખૂબ ગરમી હોય છે. ગરમીના કારણે જ ફીફા વર્લ્ડને વર્લ્ડકપને જૂન-જુલાઇની જગ્યાએ નવેમ્બર-ડીસેમ્બર 2020માં કરાવવાનો નિર્ણય કર્યો છે. કતરે ગત વર્ષે વિશ્વ ટ્રેક તથા ફીલ્ડ ચેમ્પિયનશિપનું આયોજન સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આઉટડોર સ્ટેડિયમમાં એર કંડીશનનો ઉપયોગ કર્યો હતો. આગામી ગ્રીષ્મકાલીન ઓલમ્પિકની મેજબાની 2021માં ટોક્યો પાસે છે જ્યારે તેનું આયોજન 2024માં પેરિસ અને 2028માં લોસ એન્જિલસમાં થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર